તેજશ મોદી/સુરત: શહેરમાં દિવસેને દિવસે સ્કૂલવાન ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ જુનિયર કેજીમાં અભ્યાસ કરતા આરવ પ્રદીપ પટેલ નામના યુવક પર સ્કૂલવાનની બેદરકારીને કારણે ડ્રાઇવરે વાન હંકારત બાળક વાનના ટાયર નીચે આવી ગયો હતો. અને ઘટનાથી બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.
ઘટના એવી બની કે જુનિયર કેજીમાં અભ્યાસ કરતો આરવ પ્રદીપ પટેલ નામનો બાળક જ્યારે સ્કૂલ વાનમાંથી ઉતરી રહ્યો હતો. ત્યારે વાનના ડ્રાઇવરની બેદરકારી રાખી વાન હંકારી મૂકી હતી. જેથી આરવના પગ, હાથ અને પેટ પરથી સ્કૂલ વાનનું આગળ અને પાછળનું ટાયર ફળી વળ્યું હતું.
સમગ્ર ઘટના બની ત્યાર બાદ વાન ચાલક નાસી ગયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાળક પગ અને કમરના ભાગે ઇજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા સ્કૂલવાનના ટ્રાયવરને ઝડપીને કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે