Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: સુનિતા વિલિયમ્સની વાપસી પર ગુજરાતનું આ ગામ ખુશખુશાલ; દિવાળી જેવો માહોલ, શુભેચ્છાઓનો ધોધ વહ્યો!

સુનિતા વિલિયમ્સે ફ્લોરિડાના દરિયા કિનારે સફળ લેન્ડિંગ કર્યું છે. 9 મહિના પછી 'સ્પેસ એન્જલ' પૃથ્વી પર પાછી આવી છે. આ સમય દરમિયાન તેમના વતન ગામમાં ખુશી અને આનંદનો માહોલ છે.

VIDEO: સુનિતા વિલિયમ્સની વાપસી પર ગુજરાતનું આ ગામ ખુશખુશાલ; દિવાળી જેવો માહોલ, શુભેચ્છાઓનો ધોધ વહ્યો!

International Space Station: ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. સવારે 3 વાગ્યેને 27 મિનિટે તેમનું સ્પેસક્રાફ્ટ ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું. નવ મહિના અને 14 દિવસ બાદ સુનિતા અને બુચ પૃથ્વી પર પાછા ફર્યા. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું. સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં તેમને 17 કલાક જેટલો સમય લાગ્યો.

fallbacks

અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું.  ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો.

ભારતીય મૂળના નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લગભગ 9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ હવે પૃથ્વી પર પરત ફર્યા છે. તેમના આ ઐતિહાસિક મિશનને લઈને સમગ્ર વિશ્વમાં ખુશીની લહેર છે. ગુજરાતમાં તેમના વતન ગામ ઝુલાસણમાં પણ ઉત્તેજનાનો માહોલ છે. ગામના લોકોએ તેમના સુરક્ષિત વાપસી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. 

હવે ઝુલાસણ ગામના લોકો દિવાળી અને હોળી જેવી આ ઐતિહાસિક પળની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સને 8 દિવસના નાસા મિશનના ભાગ રૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવી હતી, પરંતુ તેના સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બેરી વિલ્મોર છેલ્લા 9 મહિનાથી અવકાશમાં અટવાયા હતા. તેમને પાછા લાવવા માટે ડ્રેગન સ્પેસએક્સ મોકલવામાં આવ્યું હતું.

સુનીતા વિલિયમ્સની વાપસીની ભારતમાં સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના મહેસાણાના તેમના મૂળ ગામ ઝુલાસણમાં લોકોએ રાત્રે જ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે પણ સોશિયલ મીડિયા પર એક સુંદર સંદેશ લખીને અભિનંદન પાઠવ્યા છે.

સુનીતા વિલિયમ્સના ગામમાં દિવાળી ઉજવાઈ
ડ્રેગન સ્પેસક્રાફ્ટના સફળ લેન્ડિંગ પછી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બહાર આવતા જ લોકોની ખુશીનો પાર ન રહ્યો. સુનિતા વિલિયમ્સના મૂળ ગામ ઝુલાસનમાં લોકોએ ફટાકડા ફોડીને વધુ ઉજવણી કરી હતી.

સુનીતા વિલિયમ્સના નામે નોંધાયા છે અનેક રેકોર્ડ 
સુનિતા વિલિયમ્સ તેના સહ-યાત્રી બૂચ વિલ્મોર સાથે સ્પેસએક્સ દ્વારા પૃથ્વી પર પરત ફર્યા છે. તેણે અવકાશમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, જેમાં 62 કલાક સ્પેસવોકનો રેકોર્ડ છે, જે કોઈપણ મહિલા અવકાશયાત્રી માટે સૌથી વધુ છે. તેની સફળતાથી ગામના લોકો ગર્વ અનુભવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More