Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં બાળકી પીંખાતા બચી! બાળકીને લાલચ આપી નરાધમ ઝાડીઓમાં લઇ ગયો અને કપડા ઉતારી…

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતીય પરિવાર રહે છે. ગત 14 જાન્યુઆરીના રોજ પતિ રાબેતા મુજબ નોકરી પર ગયો હતો અને પત્ની ઘરે ઘરકામ કરતી હતી તે વેળાએ આ પરિવારની 5 વર્ષીય દીકરી ઘર નીચે રમી રહી હતી.

સુરતમાં બાળકી પીંખાતા બચી! બાળકીને લાલચ આપી નરાધમ ઝાડીઓમાં લઇ ગયો અને કપડા ઉતારી…

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના પાંડેસરામાં 5 વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી, તે વેળાએ એક ઇસમ બાળકીને બિસ્કીટ આપી પોતાની સાથે ઝાંડી ઝાંખરા વાળી જગ્યામાં લઇ ગયો હતો અને બાળકીના કપડા કાઢી બદકામ કરે તે પહેલા જ ત્યાં ઈસમને બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં પહોચી ગયો હતો અને બાળકીને બચાવી લીધી હતી. 

fallbacks

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? સુરતમાં કાદવના જ્વાળામુખી બાદ ફીણવાળું પાણી નીકળ્યું!

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતીય પરિવાર રહે છે. ગત 14 જાન્યુઆરીના રોજ પતિ રાબેતા મુજબ નોકરી પર ગયો હતો અને પત્ની ઘરે ઘરકામ કરતી હતી તે વેળાએ આ પરિવારની 5 વર્ષીય દીકરી ઘર નીચે રમી રહી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીને લઈને તેણીની માતા પાસે આવ્યો હતો અને બાળકીની માતાને જણાવ્યું હતું કે હું પાછળ ખુલ્લી ગયો હતો તે સમયે બાળકીના રડવાનો અવાજ આવતા મેં જઈને જોયું તો બાળકી નગ્ન અવસ્થામાં હતી અને તેની સામે એક ઇસમ પોતાનું પેન્ટ ઘુંટણ સુધી ઉતારી બદકામ કરવાની તૈયારીમાં હતો. જેથી તે દોડીને ત્યાં ગયો હતો અને યુવકને લાત મારી નીચે પાડી દીધો હતો અને બાળકીને બચાવી લીધી હતી. બાદમાં બુમાબુમ કરતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકને પકડી લીધો હતો. બાદમાં બાળકીને લઈને તમારી પાસે આવ્યો છું. તેમજ યુવકને પણ પકડીને લઇ આવ્યા છીએ. 

ગુજરાતીઓ સહિત ભારતીયો આ કારણે છોડી રહ્યા છે દેશ? આ દેશોમાં બની રહ્યું છે બીજુ ભારત

માતાએ બાળકીની પૂછપરછ કરતા બાળકીએ  જણાવ્યું હતું કે, તે ઘર નીચે રમી રહી હતી, ત્યારે અંકલે બિસ્કીટ આપવાનું કહી જંગલમાં લઇ જઇ મારા કપડા કાઢી નાંખ્યા હતા. આ દરમ્યાન બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More