Rajkot News રાજકોટ : રાજકોટમાં વેલેન્ટાઈનના પૂર્વ દિવસે ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. પ્રેમીએ પ્રેમીકા પર જીવલેણ હુમલો કર્યો હતો. છેલ્લા 10 વર્ષ કર્યા વધુ સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા. પરંતુ પ્રેમિકાની સગાઈ થતા પ્રેમી સંજયે આવેશમાં આવી પ્રેમિકા પર હુમલો કર્યો હતો. જ્યારે પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ પણ પોતાને ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ બંને સારવારમાં છે. આ ઘટનામાં પ્રેમિકાને ગંભીર ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમમાં નિષ્ફળતા મળતા નાસીપાત થઈ જતા યુવાઓ હવે લોહીના રંગે રંગાઈ રહ્યાં છે. રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. રાજકોટમાં સંજય મકવાણા (ઉંમર 35 વર્ષ) છુટક મજૂરીકામક રે છે. તેને એક યુવતી સાથે 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો. શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે યુવતી જંગલેશ્વરના હુસૈની ચોકમાં પોતાની બહેન સાથે માછલી વેચવાના કામમાં વ્યસ્ત હતી, ત્યાર સંજય ત્યાં છરી લઈને આવી ચઢ્યો હતો. યુવતી કંઈ સમજે તે પહેલા તેણે યુવતી પર આડેધડ હુમલા કર્યા હતા. જેથી યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. સંજયે યુવતીા હાથ, પગ અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા.
વર્ષ 2025 માં ધાર્યા કરતા મોટા ઝટકા આવશે, હવામાનની પેટર્ન અચાનક બદલાઈ
આ બાદ સંજયે પોતાના પેટમાં પણ 3 ઘા ઝીંકી દીધા હતા, જેનાથી પોતે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આમ, પ્રેમિકા અને પ્રેમી બંનેને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
પૂછપરછમાં જાણવા માલ્યું કે, સંજય અને યુવતી વચ્ચે દસ વર્ષથી પ્રેમ સંબંધ છે. પરંતું એક અઠવાડિયા પહેલા જ યુવતીને અન્ય જગ્યાએ સગાઈ નક્કી થઈ ગઈ હતી. આ વાતની સંજયને ખબર પડી હતી. તે ગુસ્સે થયો હતો. તેણે પ્રેમિકાને અન્ય જગ્યાએ સગાઈ ન કરવા જણાવ્યું હતું, અને તેને ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. એટલું જ નહિ, સંજયે પ્રેમિકાના મંગેતરને પણ ધમકાવવાનું ચાલુ કર્યુ હતું. આખરે આવેશમાં આવીને સંજયે પ્રેમિકા પર હુમલો કર્યો હતો.
વચ્ચેથી ગાયબ થઈ જશે એક આખી ઋતુ, સીધો ઉનાળો આવશે, હવામાન વિભાગની ખતરનાક આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે