ભરત ચુડાસમા/ભરૂચ: દક્ષિણ આફ્રિકામાં વધુ એક ભારતીય નાગરિક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જહોનીસબર્ગ ટાઉનમાં બે સગા ભાઇઓ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. નિગ્રો જાતિના લોકો દ્વારા મૂળ ભારતીય યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે લૂટના ઇરાદે બંન્ને ભાઇઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં મૂળ ભારતીય લોકો પર નિગ્રો જાતીના લોકો અવારનાવર હુમલો કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે જહોનીસબર્ગ ટાઉનમાં બે સગાભાઇઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ભાઇને પગમાં ગોળી વાગી હતી જ્યારે એક ભાઇને ગનનું બટ્ટ મારવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત ભારતીય બંન્ને ભાઇઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લૂંટના ઇરાદે દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ નામના સીટીમાં મૂળ ભારતીયો પર હુમલો થયો હતો. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મૂળ ભારતીયો પર હુમલો થતા ભરૂચમાં રહેતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઇ હતી. ઘટના અંગે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે