Home> Gujarat
Advertisement
Prev
Next

ઓનલાઇન ફૂડ મગાવતી યુવતી થઇ જાવ સાવધાન, તમારી સાથે થઇ શકે છે ‘શારીરિક અડપલા’

મહિલાઓ ઓનલાઇન જમવાનું મંગાવોએ પહેલા સાવધાન થવાની જરૂર છે કારણ કે, તમારી સાથે પણ થઇ શારિરીક અડપલા થઇ શકે છે. આવી જ એક ઘટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં ઓનલાઇન જમવાનું આપનાર શખ્સે પીજીમાં રહેતી કેરટેકરના શારીરિક અડપલા કર્યા છે. નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 

ઓનલાઇન ફૂડ મગાવતી યુવતી થઇ જાવ સાવધાન, તમારી સાથે થઇ શકે છે ‘શારીરિક અડપલા’

ઉદય રંજન/અમદાવાદ: મહિલાઓ ઓનલાઇન જમવાનું મંગાવોએ પહેલા સાવધાન થવાની જરૂર છે કારણ કે, તમારી સાથે પણ થઇ શારિરીક અડપલા થઇ શકે છે. આવી જ એક ઘટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં ઓનલાઇન જમવાનું આપનાર શખ્સે પીજીમાં રહેતી કેરટેકરના શારીરિક અડપલા કર્યા છે. નવરંગપુરા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. 

fallbacks

અમદાવાદમાં ફરી એક વાર મહિલાઓ સલામતી જોખમાઇ છે. નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાન જેમાં 19 છોકરીઓ રહે છે તેમાં દરવાજો ખુલ્લો રાખતાં મોડી રાતે ભાવિન પ્રવીણચંદ્ર શાહ ઘરમાં ઘુસી આવ્યો હતો. ભાવિન પ્રવીણચંદ્ર શાહએ હોલમાં સુતેલી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. છેડતી કર્યા બાદ ભાવિન પ્રવીણચંદ્ર શાહ સુતેલી મહિલાની સામે જ હસ્તમૈથુન પણ કર્યું હતું. બાદમાં યુવક ઘરમાં જ્યાં અન્ય યુવતીઓ સૂતી હતી ત્યાં પણ ગયો હતો. જો કે યુવતી જાગી જતા ભાવિન પ્રવીણચંદ્ર શાહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અને આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઈ હતી.

અમદાવાદ: છેડતીના મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ સમગ્રના અંગે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. અને નવરંગપુરા પોલીસ તપાસમાં લાગી હતી. જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ પી.બી દેસાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ આહીર, કેલ્વિન આહીર અને કનું ભરવાડને એક બાતમી મળી કે, આ સીસીટીવીમાં દેખાતો શખ્સ નરોડાની પાયલ સોસોયટીમાં રહે છે. અને ઉબેરઇટ્સમાં નોકરી કરે છે, ત્યારે નવરંગપુરા પોલીસની ટીમને બાતમી મળી કે હાલ ભાવિન પ્રવીણચંદ્ર શાહ ચાંદેખાડામાં વિસ્તારમાં ફરી રહ્યો છે. અને નવરંગપુરા પોલીસને ટીમે તેને ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી લીઘો છે.

આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો

નવરંગપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભાવિન પ્રવીણચંદ્ર શાહે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. અને તેની માતા સાથે નરોડાની પાયલ સોસાયટીમાં માતા સાથે રહે છે. પોલીસે જ્યારે વધારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, ઘટના સ્થળપરના પીજી હોસ્ટેલમાં 2થી ત્રણ વાર પિત્ઝા સપ્લાઈ કરી ચુક્યો છે. અને ત્યાં એકલી રહેતી યુવતી સાથે શારીરિક અડપલાં કરવાનો વિચાર આવ્યો હતો. 

Video : અમદાવાદના PG સેન્ટર 'રામ ભરોસે', યુવકે અડધી રાત્રે આવીને સૂઈ રહેલી યુવતીને અડપલા કર્યાં

ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં લાગી હતી. જ્યારે આરોપીને લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પોહચી હતી. ત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ત્રણ જ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાંચની ટીમ રાહ જોતી રહી અને નવરંગપુરા પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી લીધી હતી. નવરંગપુરા પોલીસે આરોપીના વિકૃતિના ગુનાને લઇને વધુ તપાસ શરુ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More