Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં સાવલી રોડ પર અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા?

વડોદરા શહેરનાં સ્મા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગ્લો નજીક આવેલા બ્રિજ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ હોવાની જાણ થતા સ્થાનિકો મોટા પ્રમાણમાં સ્થળ પર ઉમટ્યા હતા. જો કે પોલીસને જાણ કરવામાં આવતા સમા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ટોળાને વિખેરીને મૃતદેહને કવર કરવામાં આવ્યો હતો.

વડોદરામાં સાવલી રોડ પર અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા?

વડોદરા : વડોદરા શહેરનાં સ્મા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગ્લો નજીક આવેલા બ્રિજ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ હોવાની જાણ થતા સ્થાનિકો મોટા પ્રમાણમાં સ્થળ પર ઉમટ્યા હતા. જો કે પોલીસને જાણ કરવામાં આવતા સમા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ટોળાને વિખેરીને મૃતદેહને કવર કરવામાં આવ્યો હતો.

fallbacks

સરકારની છુટ છતા પણ સ્વામીનારાયણ સંપ્રદાયના એક પણ મંદિર નહી ખુલે, જાણો કારણ

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાસે મોકલી આપવામાં આવ્યો હતો. જો કે હજી સુધી મરનાર યુવાનની કોઇ ઓળખ થઇ શકી નથી. તે ક્યાંનો છે અને કેવી સ્થિતીમાં તેનો મૃતદેહ મળ્યો. હત્યા છે કે આત્મહત્યા કે કોઇ અન્ય કારણથી મૃત્યુ પામ્યો તે તમામ સવાલોનાં જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મળી શકે છે. 

અગ્રહરોળના લડવૈયા: 4 પોલીસ કર્મચારીઓ કોરોનાને પરાસ્ત કરી પરત ફર્યા, થયું ભવ્ય સ્વાગત

હાલમાં પોલીસ દ્વારા આસપાસનાં સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજ્યમાં કોઇ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More