Home> Gujarat
Advertisement
Prev
Next

પાણીના ધસમસતા પ્રવાહમાં જીવ બચાવવા ઝાડ પર ચઢ્યા 13 લોકો, હજી કોઈ મદદ નથી મળી

Anand New : આણંદના બોરસદના ગાજણા ગામમાં મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા .... નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયા.ઝાડ પર ફસાયેલા લોકો વીડિયો મોકલ્યો.... 
 

પાણીના ધસમસતા પ્રવાહમાં જીવ બચાવવા ઝાડ પર ચઢ્યા 13 લોકો, હજી કોઈ મદદ નથી મળી

Gujarat Rain આણંદ : કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી ગાંડીતુર બની છે અને આણંદ જિલ્લાના વાસદમાં નદી કાંઠા વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. વાસદથી કાચલાપુરા જવાના માર્ગ પર દસ ફૂટ જેટલા પાણી ભરાતા કાચલા પુરા અને વાસદ વચ્ચે સંપર્ક ખોરવાયો છે. આણંદના વાસદનો નદીકાંઠા વિસ્તાર જળબંબાકાર બન્યો. વાસદથી કાચલાપુરા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો..રસ્તા પર 10 ફૂટ જેટલું પાણી ભરાતાં સંપર્ક ખોરવાયો..અનેક મકાનોમાં પહેલા માળ સુધી નદીના પાણી ફરી વળ્યા...

fallbacks

બોરસદના ગાજણા ગામમાં મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાતના સુમારે એકાએક પાણી વધતા નીકળી નહી શક્તા ફસાયા છે. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયા હતા. ગઈકાલ રાતથી 13 જેટલા લોકો હજી પણ ઝાડ ઉપર બેઠેલા છે. ઝાડ પર ફસાયેલા એક વ્યક્તિએ વીડિયો બનાવીને મદદ માંગી છે. ફસાયેલા 13 વ્યક્તિને બચાવવા એરફોર્સની મદદ લેવાઈ હતી. પંરતું ગાંધીનગરથી મળેલા અપડેટ અનુસાર, આણંદના બોરસદના એક ગામમાં 13 લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ થઈ શક્યું નથી. એરફોર્સનું હેલિકોપ્ટર ગયું હતું પણ ભારે વરસાદને કારણે પાછું ફર્યું છે. 

આજે 18 સપ્ટેમ્બરે હવામાન વિભાગની આગાહી : 3 જિલ્લામા રેડ એલર્ટ, આ જિલ્લાઓ પર મોટી ઘાત

 

 

ઉલ્લેખનીય છે કે, આણંદમાં વાસદ પાસે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહી કાંઠે આવેલી લક્ષ્મી રિવરફ્રન્ટમાં પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે. 35 થી વધુ મકાનોનાં ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયા છે. કાચલાપુરા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તો કાચલાપુરા વિસ્તારનો સંપર્ક ખોરવાયો છે. વાસદ પાસે ઓવરબ્રિજ પર પોલીસ તૈનાત થઈ ગઈ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. 

 

 

તો બીજી તરફ, કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના બાદ આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે. છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી મહેનત પછી સોમવારે સવારે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.

 

 

રાજ્યમા ઉપરવાસમા ભારે વરસાદને કારણે પુરની સ્થિતિને લઇને સીએમની નજર
ગુજરાતના મુખ્યંમત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર તૂટી પડેલા વૃક્ષોને હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ અહેવાલ : 7 જિલ્લાની શાળામા રજા, સવારથી 91 તાલુકામા મેઘમહેર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More