Home> Gujarat
Advertisement
Prev
Next

આ અઠંગ બાઈક ચોરે ગુજરાતના કોઈ શહેરને ન છોડ્યુ, આખરે આણંદમાંથી પકડાયો

આ અઠંગ બાઈક ચોરે ગુજરાતના કોઈ શહેરને ન છોડ્યુ, આખરે આણંદમાંથી પકડાયો
  • વલ્લભવિદ્યાનગર પોલીસે બાઈક ચોર સહિત ત્રણ આરોપીને પકડી પાડ્યા
  • ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ચોરાયેલી 20 બાઈકના ગુનાઓનો ભેદ ઉકેલયો 
  • આરોપી અનેકવાર પકડાયો, પણ જેલમાંથી છૂટ્યા બાદ ફરી બાઈક ચોરીના રવાડે ચઢતો

બુરહાન પઠાણ/આણંદ :આણંદનાં વલ્લભવિદ્યાનગર પોલીસે મળેલી બાતમીનાં આધારે આંતર જિલ્લા બાઈક ચોરને ઝડપી પાડી છે. તેમની પાસેથી ચોરીની 20 મોટર સાયકલો કબ્જે કરી વડોદરા, સુરત, અમદાવાદ, આણંદ જિલ્લામાં થયેલી 20 જેટલી બાઈક ચોરીનાં ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

fallbacks

આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં વધતા જતા બાઈક ચોરીનાં ગુનાઓને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકનાં પી.આઈ એલ બી.ડાભીએ પીએસઆઈ પી બી જાદવ અને પીએસઆઈ કે.એસ ચૌધરીને સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવીને ડીકોય ટ્રેપ એક્શન સાથે પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પેટલાદ તાલુકાનાં ફાંગણી ગામનો બાઈકચોર હર્ષદ ઉર્ફે હોલો બાવજીભાઈ ભોઈ ચોરીની બાઈક વેચવા માટે વલ્લભવિદ્યાનગરની જીઆઈડીસી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવીને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેની મોટર સાયકલનાં દસ્તાવેજોની માંગણી કરતા તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપથી તપાસ કરતા આ મોટર સાયકલ ચોરીની હોવાનું જણાઈ હતી. જેથી પોલીસે વધુ પુછપરછ કરતા આરોપી હર્ષદ ઉર્ફે હોલોએ આ મોટર સાયકલની બોરસદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો : ઠંડી ગઈ નથી, ને હાલ જવાની પણ નથી... ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી

પોલીસે વધુ પૂછપરછ કરતા આ અઠંગ બાઈકચોરએ વડોદરા શહેર, વડોદરા જિલ્લો, નડિયાદ અમદાવાદ અને સુરત શહેરમાંથી પણ બાઈકોની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી અગાઉ પણ બાઈક ચોરીનાં ગુનામાં પકડાયો હતો અને ગત મે 2021 માં જેલમાથી છુટીને બહાર આવ્યા બાદ ફરીથી બાઈક ચોરીનાં ગુનાઓ આચરવાનાં શરૂ કર્યા હતા. છેલ્લા સાત માસમાં તેણે વડોદરા શહેરમાંથી ત્રણ, વડોદરા જિલ્લામાંથી બે, નડીયાદ શહેરમાંથી પાંચ,સુરતમાંથી ત્રણ, અમદાવાદ શહેરમાંથી બે,આણંદ શહેરમાંથી પાંચ, વલ્લભવિદ્યા નગરમાંથી બે, બોરસદમાંથી બે અને ભાદરણમાંથી એક મળી કુલ 20 બાઈકોની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીની 20 બાઈક અને 5,65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : કચ્છનો મંગળ ગ્રહ સાથે છે સીધો સંબંધ, NASA ની ટીમ સફેદ રણમાં કરશે રિસર્ચ

fallbacks

આરોપી હર્ષદ ઉર્ફે હોલો બાઈકોની ચોરી કર્યા બાદ હાલમાં પેટલાદનાં ફાંગણી ગામે રહેતો હતો. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનાં લીમડી તાલુકાનાં જામડી ગામનાં  ભરતભાઈ ઉર્ફે લાલો જીજાયભાઈ ભરવાડ અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાનાં છલાળા ગામનાં રાજુભાઈ મખાભાઈ સાટીયા ભરવાડને આપતો હતો. બંન્ને જણા ચોરીની સાયકલો વેચી મારતા હતા. જેથી પોલીસે આ ગુનામાં ભરતભાઈ ઉર્ફે લાલો અને રાજુભાઈઇ સાટીયા ભરવાડને પણ ઝડપી પાડ્યા હતા.

હર્ષદ ઉર્ફે હોલો રીઢો બાઈક ચોર છે, અને મોજશોખ માટે તે સગીરવયથી જ બાઈક ચોરીનાં રવાડે ચઢ્યો હતો. જે અગાઉ આણંદ ટાઉન, મહેળાવ,વલ્લભવિદ્યાનગર અને આણંદની એલસીબી પોલીસનાં હાથે પાંચ વખત ઝડપાઈ ચૂકયો છે. પરંતુ જેલમાંથી છુટયા બાદ ફરી તે બાઈક ચોરીઓ શરૂ કરી દેતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More