Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદમાં આયે દિન થતી ચોરીઓનો ભેદ ઉકેલાયો, LCB પોલીસે ચોર ટોળકી ઝડપી પાડી

આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉમરેઠ પંથકના ભરોડા અને આનંદપુરા પ્રાથમિક શાળા તથા સુંદલપુરા ગામની તૈયાર વસ્ત્રોની દુકાનના તાળા તોડી ચોરીઓ કરી તરખાટ મચાવનાર ત્રિપુટીને ઝડપી પાડી છે. તેઓની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદમાં આયે દિન થતી ચોરીઓનો ભેદ ઉકેલાયો,  LCB પોલીસે ચોર ટોળકી ઝડપી પાડી

બુરહાન પઠાણ/આણંદ :આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉમરેઠ પંથકના ભરોડા અને આનંદપુરા પ્રાથમિક શાળા તથા સુંદલપુરા ગામની તૈયાર વસ્ત્રોની દુકાનના તાળા તોડી ચોરીઓ કરી તરખાટ મચાવનાર ત્રિપુટીને ઝડપી પાડી છે. તેઓની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

ઉમરેઠ પંથકમાં ભરોડા અને આનંદપુરા પ્રાથમિક શાળાની ઓફિસના તાળા તોડી તસ્કરોએ કોમ્પ્યુટર, પ્રિન્ટરની ચોરી કરી તેમજ સુંદલપુરામાં કાપડની દુકાનમાંથી રેડીમેડ ગારમેન્ટ્સની ચોરી ફરાર થઇ જતા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : બનેવીએ કરી 7 વર્ષના સાળાની હત્યા, ચાર બહેનો વચ્ચેનો એકનો એક દીકરો પતિ-પત્નીના ઝઘડાનો ભોગ બન્યો

એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, શાળાઓમાં અને દુકાનમાં ચોરીઓ કરનારી ટોળકી સુરેલી ચોકડી પાસેથી પસાર થનારી છે. જેથી એલસીબી પોલીસે વોચ ગોઠવી ત્રિપુટીને ઝડપી પાડી હતી. સરા તાલુકાના કોટલીંડોરા ગામની ત્રિપુટીને આણંદ એલસીબી પોલીસે આબાદ ઝડપી પાડી છે અને તેમની પાસેથી રુા. ૬૩૬૦૦ નો મુદામાલ કબ્જે લઈ આકરી પુછતાછ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમરેલીના ખેડૂતે છાશ અને દેશી ગોળથી એવુ ખાતર બનાવ્યું કે જમીન સોનુ પકવતી થઈ ગઈ

એલસીબી પોલીસે ઠાસરા તાલુકાના કોટ લિંડોરા ગામના અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા અને કીરપાલ ઉર્ફે દટ્ટો રમણસિંહ ચાવડા (બંને રહે. કોટલીંડોરા) ને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. તેમની સાથે એક કિશોર પણ હતો. આ ત્રણેયની પાસે એક થેલો હતો. પોલીસે થેલો ચેક કર્યો તો તેની અંદર આનંદપુરા પ્રા. શાળા, ભરોડા પ્રા. શાળા અને પોઈચા ગામે આવેલી હરસીદ્ધી વિદ્યાલયમાંથી ચોરી કરેલા મોનીટર, ટેબ્લેટ, પ્રિન્ટર, કીબોર્ડ અને માઉસ તથા બાઈક મળી રૂપિયા 63 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ વીસ દિવસ પહેલા ઉમરેઠ તાલુકાના સુંદલપુરા કોટ ચોકડી ઉપર આવેલ એક તૈયાર વસ્ત્રોની દુકાનના પતરા તોડી અંદરથી 36250 રૂપિયાના વસ્ત્રોની ચોરી કરી હોવાનું પણ કબુલ કર્યું હતુ. જેથી પોલીસે ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More