Home> Gujarat
Advertisement
Prev
Next

ANAND: ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા તડમાર તૈયારી, પોલીસનો ખડકલો

આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદ આવી રહ્યા હોઈ તેઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડથી લઈને અમુલ ડેરી સુધીનાં માર્ગ પર રીહર્સલ કર્યું હતું. અમૂલ ડેરી પરિસરમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર આણંદ જાણે કિલ્લામાં ફેરવાઇ ચુક્યું છે. અમુલ પરિસરમાં પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

ANAND: ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા તડમાર તૈયારી, પોલીસનો ખડકલો

આણંદ : આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદ આવી રહ્યા હોઈ તેઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડથી લઈને અમુલ ડેરી સુધીનાં માર્ગ પર રીહર્સલ કર્યું હતું. અમૂલ ડેરી પરિસરમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર આણંદ જાણે કિલ્લામાં ફેરવાઇ ચુક્યું છે. અમુલ પરિસરમાં પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

fallbacks

GUJARAT ના નાગરિકો ચેતી જજો, આજના કોરોનાના આંખ ઉઘાડનારા જો હજી નહી સુધરો તો....

આણંદની અમૂલ ડેરીમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી સરદાર પટેલ હોલનું ઉદધાટન કરનાર હોઈ અમૂલ ડેરી કેમ્પસ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને હેલીપેડ ગ્રાઉન્ડથી લઈને અમૂલ ડેરી સુધીનાં માર્ગ પર કોન્વેય રીહર્સલ કર્યું હતું. અમદાવાદ રેન્જનાં ઈન્ચાર્જ આઈજી અભય ચુડાસમાં કલેકટર અને એસપી અજીત રાજયણએ હેલીપેડ ખાતે સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. સાંસદ મિતેશ પટેલએ પણ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું.

ખેડૂત પર કુદરત રૂઠી: પહેલા વરસાદે બરબાદ કર્યા બચ્યું તેટલું આગમાં સ્વાહા...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડીયાથી બીએસએફનાં હેલીકોપ્ટર મારફતે આણંદની વેટરનરી કોલેજ સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ પર આવી પહોચશે. ત્યાંથી તેઓ અમૂલ ડેરી ખાતે પહોંચી તેઓ અમૂલનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠક બાદ તેઓ સરદાર પટેલ એસેમ્બલી હોલનું લોકાર્પણ કરશે અને જુદા જુદા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેઓની સુરક્ષાને લઈને અમુલ ડેરી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. અમૂલ ડેરી ખાતે સુરક્ષાને લઈને 8 ડીવાયએસપી, 62 પીએસઆઈ, 19 પી.આઈ અને 583 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More