રાજુ રૂપારેલિયા/દ્વારકા: ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણીએ નવા વર્ષની શરૂઆતમાં જ દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા પહોચ્યો હતો. નવા વર્ષની શુભ શરૂઆતના ભાગરૂપે અનંત અંબાણીએ રાધિૈકા મર્ચન્ટ સાથે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઇને પાદુકા પૂજન તેમજ ગોવર્ધન પૂજા કરી હતી.
વધુ વાંચો...પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ
દ્વારકાધીશના મંદિરે લોકોનું ઘોડાપુર
નવા વર્ષમાં મોટી સંખ્યામાં લોકો મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે જતા હોય છે. ત્યારે નવા વર્ષની શરઆતમાં દ્વારકા સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. આ લોકોની સાથે ભારતના સૌથી ધનીક વ્યક્તિનો પુત્ર અનંત અંબાણી પણ અહિં દર્શન કરવા પહોચતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે