સ્નેહલ પટેલ/નવસારી :નવસારીમાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત (bus Accident)નડ્યો છે. ચીખલી નજીક શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને રાનકુવાથી વાંસદા જતા માર્ગ પર અકસ્માત નડ્યો હતો. અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાના બાળકો બસમાં સવાર હતા. બસમાં 54 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બસ અકસ્માતમાં ત્રણ બાળકો વધુ ઈજાગ્રસ્ત હોવાથી તેઓને નવસારીથી વધુ સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે.
રાશિફળ 10 ફેબ્રુઆરી: 7 રાશિઓને આજે ભાગ્યની સાથે ગ્રહો પણ આપશે સાથ, તમે બધાના વ્હાલા બની રહેશો
અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના ધોરણ 4 થી 8 ના બાળકો ડાંગના સાપુતારા ખાતે પ્રવાસ માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં વહેલી સવારે નીકળ્યા હતા. એ સમયે મળસ્કે આ બસને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી નજીક વળાંક લેતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે બસ પલ્ટી મારી ગઈ હતી. બસમાં 54 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 20 થી વધુ બાળકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયા 9 જેટલા બાળકોને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ધસી આવી તંત્રને વહેલી તકે આ બાળકોને સારવાર આપવાની તેમજ ઈજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. વહેલી સવારે ઘટના બનતાની સાથેજ ધડાકાભેર અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો જાગી ગયા હતા. બહાર જઈને જોતા બસ પલ્ટી મારી હાલતમાં હતી. બસમાં બાળકો સવાર હોઈ જેથી તાત્કાલિક ગામલોકોએ બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ બાળકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે