જાવેદ સૈયદ/અમદાવાદ: મહેસુલ વિભાગના એક નાયબ કલેક્ટર સામે આવ્યા છે કે, જેમને લોકોના ખિસ્સા ખંખેરી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ તત્કાલીન નાયબ કલેક્ટર વિજય ચૌહાણ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના બામણબોર તથા જીવાપર ગામોમાં જમીન ટોચ મર્યાદા અધિનિયમ સબંધેની અનિયમિતતા અને ગેરરીતિ બાબતો ગુજરાત સરકારના ધ્યાને આવી છે. અને તેમની પાસેથી 1,25,30,375ની બેનામી મીલકત મળી આવી છે.
આ બાબતને ધ્યાને લઇ મહેસુલ વિભાગ દ્વારા એ.સી.બીને તપાસ સોંપવામાં આવી છે. જેમાં એ.સી.બીએ સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશને ફરિયાદી બનાવી સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા, તાત્કાલિક નાયબ કલેક્ટર વિજય ચૌહાણ, અને ચોટીલાના તાત્કાલિક મામલતદાર જે.એલ.ઘાડવી સામે એ.સી.બી દ્વારા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ એ સી.બીના બાડા યુનિટ દ્વારા ત્રણે અધિકારીઓની મિલકત સબંધી તાપસ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના તાત્કાલિક નાયબ કલેક્ટર વિજય ચૌહાણનિ સંપત્તિની તપાસ કરવામાં આવી હતી.
જેમાં વિજય ચૌહાણે કાયદેસનરની આવકની સરખામણીમા 98.14% જેટલી અપ્રમાણસર મીલકત વસાવી હોવાનુ સામે આવ્યું હતું. તપાસ દરમ્યાન 1,25,30,375ની બેનામી મીલકત મળી આવી. એટલું નહિ વિજય ચૌહાણે રાજકોટ, ભાવનગરના જિલ્લાઓમાં જમીન ખરીદી હોવાનું પણ બહાર આવ્યું છે. સાથેજ જુદી જુદી બેંકોમાં એફ.ડી કરી પૈસાનું રોકાણ કર્યું હતું. અને 850 ગ્રામ સોનાની લગડીઓ વસાવી હતી. ત્યારે એ.સી.બીએ વિજય ચૌહાણ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે