Vadodara News : વડોદરાની સડકો પર અનેક રક્ષિત ફરી રહ્યાં છે, જેઓ નશામાં ગાડી હંકારીને ગમે તેને મોત આપી દે છે. ત્યારે વડોદરામાં નશામાં ધૂત વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. નશામાં ધૂત બેફામ કારચાલકે એક્ટિવાચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. કારચાલક ભાગી જતાં સ્થાનિકોએ પીછો કરીને ઝડપી પાડ્યો.
વડોદરામાં ચિક્કાર દારૂના નશામાં ધૂત કારચાલકે એક્ટીવ સવાર પ્રૌઢને અડફેટે લીધા હતા. હરણી એરપોર્ટ પાસે ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. કારચાલક પ્રૌઢને અડફેટે લઈ ભાગ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોએ પીછો કરી તેને પકડી પાડ્યો હતો. કારમાં સવાર ચાલક અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ચિક્કાર નશામાં હોવાનું સામે આવ્યું હતું.
ચાલકની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા. નશામાં ધૂત કાર ચાલકે પીછો કરનાર પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
હવે હાર્દિકસિંહ જાડેજાનું સત્ય સામે આવશે, રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા પકડાયા
અકસ્માતના પગલે લોકટોળા ભેગા થયા હતા. પોલીસે બંને કારચાલકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નબીરાની કાર જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે તેવું એસીપી જીબી બાંભણીયાએ જણાવ્યું.
પોલીસ તપાસાં સામે આવ્યું કે, કારમાં બે લોકો સવાર હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓ ચિક્કાર દારૂના નશામાં હતા. પોલીસે નિલેશસિંહ રાજપૂત અને સતીશ ચૌહાણની ધરપકડ કરી છે. વારશિયા પોલીસ સ્ટેશનમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો છે. કાર સવાર હાલોલથી વડોદરા તરફ આવતા હતા, ત્યારે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે આરોપીઓની કાર કબજે લીધી છે. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય છે.
ઓગસ્ટની શરૂઆતમાં જ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલે આપી તારીખ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે