Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પોલીસ વિભાગમાં વધુ એક રાજીનામું, હવે DySP રૂહી પાયલાએ છોડી નોકરી

ગુજરાત પોલીસ વિભાગમાં વધુ એક અધિકારીએ પદ છોડ્યું છે. હવે DySP રૂહી પાયલાએ રાજીનામું આપ્યું છે. તેમણે છ મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું, જેનો સ્વીકાર સરકારે 25 ફેબ્રુઆરીએ કર્યો છે.

ગુજરાતના પોલીસ વિભાગમાં વધુ એક રાજીનામું, હવે DySP રૂહી પાયલાએ છોડી નોકરી

Gujarat Police News: ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં જૂનાગઢના એસપી હર્ષદ મહેતા અને આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામા આપ્યા હતા. હવે રાજ્યના પોલીસ વિભાગમાં વધુ એક રાજીનામાના સમાચાર ચામે આવ્યા છે. હવે DySP રૂહી પાયલાએ પદ છોડ્યું છે.

fallbacks

વધુ એક રાજીનામું
પાલનપુરના કાણોદરના વતની રૂહી પાયલાની વર્ષ 2017માં DYSP તરીકે જીપીએસસી દ્વારા પસંદગી કરવામાં આવી હતી. રૂહી પાયલાએ ગાંધીનગર પોલીસ ભવનમાં પણ ફરજ બજાવી હતી. તેમણે છ મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું અને હવે 25 ફેબ્રુઆરી 2025ના રોજ સરકાર દ્વારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રૂહી પાયલાએ સરકારનો આભાર માનતા સમાજની સેવા કરવાનો સિલસિલો યથાવત રાખવાની વાત કહી છે.

આ પણ વાંચોઃ આ જિલ્લાઓમાં 48 કલાક યલો એલર્ટ, શુષ્ક હવામાનને કારણે વધશે બફારો, જાણો આગાહી

અભય ચુડાસમાએ છોડ્યું હતું પદ
1998 બેચના આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ 4 ફેબ્રુઆરી 2025ના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અભય ચુડાસમા એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. તેમને રાજીનામું આપ્યું ત્યારે ગુજરાત પોલીસ બેડામાં ચકચાર મચી હતી.

જૂનાગઢના એસપીએ પણ આપ્યું હતું રાજીનામું
આ પહેલા 6 જાન્યુઆરી 2025ના જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો. હર્ષદ મહેતાએ જણાવ્યું કે મેં 50 વર્ષની ઉંમર થાય ત્યારે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. તેઓ હવે પરિવારને સમય આપશે અને આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા હોવાને કારણે તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો હતો.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More