Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પડ્યા પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો ભારે, આરોપીની ધરપકડ

ફરી એકવાર અમદાવાદના કાંરજમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. નાઇટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો ભારે પડ્યા. રાત્રી દરમિયાન બહાર બેઠેલા 3 શખ્સોનું ચેકિંગ કરતા પીએસઆઇને માર મારી તેની વરદી ફાડી નાખતા કારંજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

અમદાવાદમાં પડ્યા પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો ભારે, આરોપીની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદ: ફરી એકવાર અમદાવાદના કાંરજમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. નાઇટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો ભારે પડ્યા. રાત્રી દરમિયાન બહાર બેઠેલા 3 શખ્સોનું ચેકિંગ કરતા પીએસઆઇને માર મારી તેની વરદી ફાડી નાખતા કારંજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુ, પરંતુ વાહનવ્યવહાર પર થઈ મોટી અસર

શહેરના કારંજ વિસ્તારમાં ફરી વખત પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. કારંજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ PSI એસ.આઇ મકરાની અને અન્ય સ્ટાફ નાઇટ ડ્યૂટી પર હતા. તે દરમિયાન ભટિયાર ગલીમાં રીક્ષામાં ત્રણ લોકો બેઠા હતા. પોલીસને શંકા જતા ત્રણેયની તપાસ કરી હતી. જેમાંથી એક આરોપીએ પોલીસ પર ઉશેકરાઇ મારામારી કરી હતી અને અસલમ નવહી નામના આરોપીએ હુમલો કરી બચકું ભર્યું હતું.

આ પણ વાંચો:- વડોદરાના SDMએ પુરની ભયાનક સ્થિતી વચ્ચે ગામલોકોની મુશ્કેલીમાં વધારો કર્યો

પેટ્રોલિંગમાં ફરી રહેલા પોલીસે ભઠિયાર ગલી પાસે રીક્ષામાં 3 લોકોને બેસેલા જોઇ ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન આરોપી પાસેથી લોખંડની એક ફેટ મળી આવી હતી. પોલીસે એક આરોપી અસલમને પકડતા તેણે PSI ઉપર હુમલો કર્યો હતો. બેલ્ટમાં ભરાવેલી સરકારી પિસ્તોલ ખેંચવા લાગ્યો હતો. પિસ્તોલને બચાવવા PSI નીચે પડી ગયા હતા.

આ પણ વાંચો:- રાહત કમિશ્નરની પત્રકાર પરિષદ, ગુજરાતમાં વરસાદી હાહાકાર વચ્ચે સબ સલામત હોવાનો દાવો

ત્યારબાદ સાથેના પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું. આરોપી પીએસઆઇને છોડતો ન હોવાથી અન્ય પોલીસકર્મી વચ્ચે પડ્યા હતા. આરોપીએ પોલીસનો અંગૂઠો પકડી રાખતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદ લોકોએ આરોપીને માર માર્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

આ પણ વાંચો:- અમદાવાદ: ATM સ્વેપિંગ મશીન મુકી ઠગાઇ કરતો આરોપી ઝડપાયો, મોટાભેદ ખુલવાની શક્યતા

ગુનેગારોને કાયદાનો ડર ના રહ્યો હોય તેમ એક પછી એક પોલીસ સાથે મારામારીના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે જે પોલીસનું કામ લોકોને ગુનેગારોથી પચવાનું છે તે પોલીસે જ આ ગુનેગારો સામે ફરિયાદ કરવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More