Home> Gujarat
Advertisement
Prev
Next

અસામાજિક તત્વો બેખોફ: કડીમા ધોળા દિવસે વેપારીની આંખમાં મરચુ નાખી લૂંટનો પ્રયાસ

ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં દિવસેને દિવસે લૂંટ અને ચોરીના બનાવો વધતા જઇ રહ્યા છે ત્યારે ગઇકાલે ધોળા દિવસે કડીમાં એક જ્વેલર્સની દુકાનમાં લુંટારીઓ ઘુસી ગયા હતા. વેપારીની આંખમાં મરચુ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

અસામાજિક તત્વો બેખોફ: કડીમા ધોળા દિવસે વેપારીની આંખમાં મરચુ નાખી લૂંટનો પ્રયાસ

મહેસાણા : ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં દિવસેને દિવસે લૂંટ અને ચોરીના બનાવો વધતા જઇ રહ્યા છે ત્યારે ગઇકાલે ધોળા દિવસે કડીમાં એક જ્વેલર્સની દુકાનમાં લુંટારીઓ ઘુસી ગયા હતા. વેપારીની આંખમાં મરચુ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

fallbacks

જો કે દુકાન માલિકની સતર્કતાને કારણે આ લૂંટારૂ ટોળકી ઝડપાઇ હતી. લૂંટારૂ દંપત્તીને ઝડપીને દુકાન માલિક અને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. આ અંગે વેપારીએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. લૂંટારૂ દંપત્તીને પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસે લૂટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી છે. 

કડીમાં આવેલા પટેલ ભૂવન પાસે શનિવારે બપોરે ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં એક દંપત્તી ખરીદીના બહાને પ્રવેશ્યા હતા. જ્યાં વેપારીને એકલો ભાળી બંન્નેએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીની આંખમાં મહિલાએ મરચુ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાજુની દુકાનમાં રહેલા વેપારીની સતર્કતાને કારણે લૂંટનું કાવતરૂ નિષ્ફળ રહ્યું હતું. લોકોએ આ દંપત્તીને ઝડપી લીધું હતું. રોષે ભરાયેલા લોકોએ આ બંન્નેને મેથીપાક ચખાડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More