Home> Gujarat
Advertisement
Prev
Next

ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ

કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. આવામાં વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ હજી સુધી સો ટકા વેક્સિનેશન થયુ નથી. આવામાં એક સરવેમાં માલૂમ પડ્યુ કે, અમદાવાદ (Ahmedabad) ની 80 ટકા વસ્તીમાં એન્ટીબોડી (antibodies) જનરેટ થઈ ચૂકી છે. 

ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. આવામાં વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ હજી સુધી સો ટકા વેક્સિનેશન થયુ નથી. આવામાં એક સરવેમાં માલૂમ પડ્યુ કે, અમદાવાદ (Ahmedabad) ની 80 ટકા વસ્તીમાં એન્ટીબોડી (antibodies) જનરેટ થઈ ચૂકી છે. 

fallbacks

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના લગભગ 5000 લોકો પર કરવામાં આવેલ સીરોલોજિકલ સરવેમાં સામે આવ્યું કે, તેમાં સામેલ 81.63 ટકા લોકોના શરીરમાં કોવિડ 19 ની વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે. અધિકારીઓએ સોમવારે સરવેની માહિતી આપતા જણાવ્યું કે, જે લોકોએ કોરોના વાયરસ (vaccination)  વિરોધી રસી લીધી છે, તેમનામાં એન્ટીબોડીનુ પ્રમાણ વધુ જોવા મળ્યું.

આસરવે સાર્સ-કોવની વિરુદ્ધ શરીરમાં એન્ટીબોડી કેટલી છે તે માલૂમ કરવા કરાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ આ સરવે 28 મે થી 3 જૂન સુધી કર્યો હતો, જ્યારે મહામારીની (Coronavirus)  બીજી લહેર મંદ પડી રહી હતી. મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમે એન્ટીબોડીના ચેકિંગ માટે નિયમિત અંતરાલ પર સીરોસર્વિલાંસ સરવે કરતા રહીએ છીએ. અમદાવાદની કુલ મળીને 80 ટકા સામાન્ય વસ્તીમાં એન્ટીબોડી મળી આવી છે. જે લોકોએ બંને ડોઝ લીધા છે, તેમનામાં એન્ટીબોડી વધુ છે. જેમને વેક્સિન નથી લીધી, તેમનામાં એન્ટીબોડી ઓછી છે. 

તેમણે જણાવ્યું કે, રિસર્ચમાં કુલ 5000 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 32 નમૂનાને વિવિધ કારણોથી રિજેક્ટ કરાયા હતા. 4969 નમૂનાઓ પરથી આ પરિણામ કાઢવામાં આવ્યું છે. જેમાંથી 2356 પુરુષો અને 2615 મહિલાઓ સામેલ છે. સર્વેક્ષણ અનુસાર, જે લોકોએ વેક્સિન લીધી છે, તેમણે મોટાભાગે કોવિશિલ્ડ રસી લીધી છે. બહુ ઓછા લોકોએ કોવેક્સીન લગાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More