Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ અને રાજકોટ આરટીઓના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ, ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટ અને અમદાવાદ આરટીઓ કચેરીમાં સોફ્ટવેરમાં આવેલી ખામીને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોફ્ટવેરમાં આવેલી સમસ્યાને કારણે લોકોના લાયસન્સ કઢાવવા માટેના કામ અટકી પડ્યા છે. 

અમદાવાદ અને રાજકોટ આરટીઓના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ, ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા

અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ અને રાજકોટના આરટીઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવામાં આવતી ટેસ્ટ બંધ કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવામાં આવતા સોફ્ટવેરમાં ખામી સર્જાય છે. સોફ્ટવેરમાં ટેક્નિકલ સમસ્યાને કારણે લાયસન્સ લેવા આવતા અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ટેક્નિકલ ખાનીને કારણે બે દિવસમાં અનેક લોકોને ટેસ્ટ રદ્દ કરવી પડી છે. 

fallbacks

આરટીઓની ગંભીર બેદરકારી
છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવાતો ટેસ્ટ બંધ કરાયો છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવાતા ટેસ્ટ માટેના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ છે.  સોફ્ટવેરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા ટેસ્ટ બંધ કરવાની ફરજ પડી છે. બે દિવસમાં અંદાજે 700 કરતા વધુ ટેસ્ટ રદ્દ કરવા પડ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને અગાઉ સિલ્વર ટચ કમ્પની દ્વારા અપાતો હતો ટેક્નિકલ સપોર્ટ. છેલ્લા 4 વર્ષથી કોન્ટ્રાક્ટ રીન્યુ ના થતા સોફ્ટવેરમાં લાલીયાવાળી ચાલતી રહી છે.

આ પણ વાંચોઃ ત્રણ દિવસ બાદ રાજ્યમાં શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ, 7 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી

આખરે સોફ્ટવેર આધારિત સમગ્ર વ્યવસ્થા ખોરવાતા રાજકોર્ટ RTO એ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ કરી દેવાની ફરજ પડી છે. આગામી સમયમાં રાજકોટ સિવાય અન્ય આરટીઓમાં પણ આવી જ સમસ્યાઓ સર્જાય તેવી દહેશત જોવા મળી રહી છે. આજે અમદાવાદ આરટીઓમાં પણ સોફ્ટવેરમાં ખામી સર્જાતા ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ કરવામાં આવી છે. રાજકોટ અને અમદાવાદ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવતા હજારો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More