ચેતન પટેલ/સુરત: કરોડો રુપિયાની જમીન ચાઉં કરી લેવાના બનાવમા આજરોજ ત્રણ જેટલા શખ્સોએ કાપોદ્રા પોલીસ મથકમા યોગગુરુ પ્રદિપજી વિરુધ્ધ અરજી આપી હતી. જે અરજીના આધારે કાપોદ્રા પોલીસે યોગગુરુનુ નિવેદન નોંધ્યુ હતુ. પોલીસ ટુંક જ સમયમા યોગગુરુ વિરુધ્ધ ગુનો નોંધશે તેવી શકયતા વર્તાય રહી છે.
સુરતના કામરેજ ખાતે યોગ આશ્રમ શરુ કરવા માટે યોગગુરુ પ્રદિપજી દ્વારા તેમને ત્યા આવતા કેટલાક ભકતોજનો પાસેથી કરોડો રુપિયા ઉધાર લેવામા આવ્યા હતા. આ પૈસા તેઓ એક વર્ષની અંદર આપી દેશે તેમ કહી લીધા હતા. જો કે એક વર્ષ બાદ પણ પૈસા નહિ આપતા ભકતોજનોએ પ્રદિપજી પાસે ઉઘરાણી શરુ કરી હતી. જો કે પ્રદિપજી દ્વારા પોતાની પાસે પૈસા ન હોવાનુ કારણ આગળ ધરી દીધુ હતુ. જેથી લેણદારો દ્વારા તેમના પૈસા આપી દેવા જણાવ્યુ હતુ.
જો કે જે તે સમયે રુપિયા આપવાથી બચવા માટે યોગગુરુ પ્રદિપજી એ ઝેરી દવા ખાય આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બનાવમા કામરેજ પોલીસે લેણદારો વિરુધ્ધ જ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. જો કે હવે આ બનાવમા લેણદારો દ્વારા કાપોદ્રા પોલીસ મથકમા યોગગુરુ પ્રદિપજી વિરુધ્ધ છેતરપીડીની અરજી આપવામા આવી છે. જે અરજી સર્દભમા આજે યોગગુરુને કાપોદ્રા પોલીસ મથકે નિવેદન નોંધાવવા બોલાવવામા આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે