Home> Gujarat
Advertisement
Prev
Next

BREAKING: અરવલ્લી: ભિલોડાના શિલાદ્રી પાસે નદીમાં નાહવા પડેલા ચાર યુવકોનું મોત

અરવલ્લી ભિલોડાના શિલાદ્રી પાસે ચાર યુવકો નદીમાં ડૂબ્યા હતા. બુઢેલી નદીમાં આજે સમી સાંજે ચાર યુવકો નાહવા પડ્યા હતા. પરંતુ કોઈ કારણોસર તેઓ પાણીમાં ડૂબવા વાગ્યા હતા.

BREAKING: અરવલ્લી: ભિલોડાના શિલાદ્રી પાસે નદીમાં નાહવા પડેલા ચાર યુવકોનું મોત

અરવલ્લી: અરવલ્લીમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ભિલોડાના શિલાદ્રી પાસે ચાર યુવકો નદીમાં ડૂબ્યા છે. તમામ મૃતક યુવકોની ઉંમર 15થી 20 વર્ષીય છે. આ ઘટનાની જાણ તરવૈયાઓની કરતા તાબડતોડ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તરવૈયાઓની ટીમ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહોને PM માટે ભિલોડા કૉટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

fallbacks

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી ભિલોડાના શિલાદ્રી પાસે ચાર યુવકો નદીમાં ડૂબ્યા હતા. બુઢેલી નદીમાં આજે સમી સાંજે ચાર યુવકો નાહવા પડ્યા હતા. પરંતુ કોઈ કારણોસર તેઓ પાણીમાં ડૂબવા વાગ્યા હતા. ચારેય યુવકો શિલાદ્રી ગામના હોવાનું સામે આવ્યું છે. એક જ ગામના 15 થી 20 વર્ષના ચાર યુવકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તરવૈયાઓની ટીમ દ્વારા તમામ મૃતદેહ બહાર કઢાયા હતા.

બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુને લાગ્યો ગુજરાતના આ બિઝનેસનો રંગ, જુઓ VIDEO

મૃતકોના નામ અને ઉંમર 

  • અસારી પ્રિતેશ પોપટભાઈ  15
  • અસારી રામેશ્વર અશોકભાઈ 16
  • અસારી દિલખુશ વિપુલભાઈ 17
  • બાંગા કલ્પેશ અર્જુનભાઈ 20

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More