Home> Gujarat
Advertisement
Prev
Next

શું તમે SOCIAL MEDIA ના જાણકાર છો? હવે CID ક્રાઇમમાં જોડાવા માટેની ઉત્તમ તક

શું તમે SOCIAL MEDIA ના જાણકાર છો? હવે CID ક્રાઇમમાં જોડાવા માટેની ઉત્તમ તક

* સાઇબર ક્રાઇમના વધતાં બનાવો ને પગલે CID સાઇબર ક્રાઇમ સેલ એક્ટિવ થયું
* પબ્લિક જાગૃતિ માટે જિંગલ , સોસીયલ મિડિયા માધ્યમ થી સમ્પર્ક કરી રહ્યું CID સાઇબર ક્રાઇમ 
* CID ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ કન્ટ્રોલ રૂમપણ શરૂ કરાયા 
* 13 પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ એક્ટિવ થયા બાદ કાર્યવાહી શરૂ કરાઇ
* પબ્લિક જાગૃતતા માટે સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ની યોજનામાં લોકોને જોડશે

fallbacks

મૌલિક ધામેચા /ગાંધીનગર : રાજ્યભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ટેક્નોસેવી બની રહેલા ફ્રોડસ્ટ્રરો આંગળીના ટેરવે કરોડો રૂપિયા મિનિટોમાં સેરવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસના CID ક્રાઇમ સાયબર સેલ દ્વારા અનોખી લોક જાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે. બેન્ક ફ્રોડ કે સોસીયલ મીડિયા પર છેતરપીંડીના કેસો સતત વધી રહ્યા છે. લોકો જેટલા ટેક્નોસેવી બનીને આંગળીના તેરવે બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરે છે. જ્યારે યુવાપેઢી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહીને સમય વેડફી રહી છે ત્યારે ફરોડસ્ટરો આવા જ યુવાનો અને બેન્કિંગ ક્ષેત્રે જોડાયેલા લોકોને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવી રહી છે. પરંતુ સાયબર ક્રાઇમ સેલ દ્વારા પણ અનેક લોકોને આવા ભોગ બનતા પહેલા બચાવવા યોજના બનાવી રહી છે. 

fallbacks

અત્યંત પછાત ગામમાંથી મળી આવ્યું કોલસેન્ટર, રોજની 30 લાખ રૂપિયાની કરતા હતા કમાણી

રાજ્ય સરકારના જનજાગૃતિ અભિયાનને પગલે સાયબર વોલન્ટીયર યોજના શરૂ કરી છે. જેમાં દેશનો કોઈ પણ નાગરિક સાયબર ક્રાઇમના ગુના અટકાવવા જનજાગૃતિ માટે યોગદાન આપી શકે છે. સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા નાગરિકોને મદદ માટે  સાયબર વોલન્ટીયર, સાયબર પ્રમોટર અને સાયબર એક્સપર્ટ જેવી શ્રેણીમાં જોડાવવાની અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 4500 જેટલા સાયબર વોલન્ટીયર જોડાયા છે અને અનેક ગુનાના ભેદ ઉકેલવામાં મદદ કરી છે. ત્યારે હવે સાયબર ફ્રોડસ્ટરો એ અલગ મોડ્સ ઓપરેન્ડીથી બાળકો ને ટાર્ગેટ કરી પરિવાર પાસેથી પૈસા પડાવી રહ્યા છે. 

fallbacks

Gujarat Corona Update: નવા 471 કેસ, 727 દર્દી સાજા થયા, માત્ર 1 વ્યક્તિનું મોત

આ કેસો વધતા સાયબર ક્રાઇમે લોકોને જાગૃત કરવાનું ઝુંબેશ શરૂ કર્યું. સાઇબર ક્રાઇમ સેલે ટોલ ફ્રી નંબર -  155260 હેલ્પલાઇન પણ શરૂ કરી છે. જ્યારે શિક્ષિત લોકોને યોજનામાં જોડાવવા અપીલ કરવાની સાથે સોશિયલ મીડિયા મારફતે જાગૃત કરી રહી છે. આ ઉપરાંત દરેક મોબાઈલ વિક્રેતા વેચાણ કરતા મોબાઈલની સાથે સાયબર ક્રાઇમથી અવેર થવા પેમફ્લેટ પણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More