Home> Gujarat
Advertisement
Prev
Next

અર્જુન એવોર્ડ સાથે સુરત પહોંચેલા હરમીત દેસાઈનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ લઈને સુરત પહોંચેલા ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં તેના ચાહકો અભિનંદન આપવા પહો્ંચ્યા હતા. 

અર્જુન એવોર્ડ સાથે સુરત પહોંચેલા હરમીત દેસાઈનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

ચેતન પટેલ/સુરત :રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન એવોર્ડ લઈને સુરત પહોંચેલા ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં તેના ચાહકો અભિનંદન આપવા પહો્ંચ્યા હતા. 

fallbacks

ગણેશ ચતુર્થી પહેલા જામનગરમાં ચમત્કાર થયો, વૃક્ષમાં ગણેશજી દેખાયા

એવોર્ડ લઈ સુરત પહોંચ્યો હરમીત
સુરતના હરમીત દેસાઈએ સમગ્ર દેશ સહિત દુનિયામાં નામ રોશન કર્યું છે. હરમીત દેસાઈએ થોડા સમય પહેલા જ કર્ણાટકામાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ સિંગલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારે હરમીતની આ સિદ્ધિને આવકારી તેની પસંદગી અર્જુન એવોર્ડ માટે થઈ હતી. ત્યારે ગઈકાલે રાષ્ટ્પતિ રામનાથ કોવિંદના હસ્તે હરમીત દેસાઈને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હરમીતને અર્જુન એવોર્ડ મળતા જ સમગ્ર સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે જ્યારે હરમીત તેના હોમ ટાઉન સુરત પહોંચ્યો હતો, તો સુરત એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય ટેબલ ટેનિસ ખેલાડીઓ દ્વારા પણ ફૂલ હાર પહેરાવી હરમીતનું સ્વાગત કરાયું હતું. 

વડોદરામાં ગણેશ મહોત્સવમાં કરંટ લાગતા યુવકનું મોત, હાઈટેન્શન વાયરમાંથી કરંટ ટેમ્પામાં બેસેલા રાહુલ સુધી પહોંચ્યો 

રાજ્ય સરકાર પણ મદદ કરે છે - હરમીત
હરમીત સુરતનો એક એવો માત્ર ખેલાડી છે જેને અર્જુન એવોર્ડ મળ્યો છે. હરમીતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોર્ટુગલમાં રમાનારી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ માટે તેણે હમણાથી મહેનત શરૂ કરી દીધી છે. 5 વર્ષ પહેલાં કોઈ પણ સુવિધા ન હતી, પરંતુ હવે ખેલાડીઓ માટે પૂરતી સુવિધાઓ મળવા લાગી છે અને રાજ્ય સરકાર પણ મદદ કરવા લાગી છે.

સૌરાષ્ટ્રમાં કોંગો ફિવરનો કહેર, 5 દિવસમાં કુલ 33 દર્દી શંકાસ્પદ કેસ નોંધાયા

હરમીતને ટ્રોફી સાથએ 5 લાખનો પુરસ્કાર અપાયો
ગુરુવારે સ્પોર્ટસ ડે પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દીપા મલિકને રાજીવ ગાંધી ખેલરત્ન અને 19 માંથી 14 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દીપા મલિકે 58 નેશનલ અને 23 ઈન્ટરનેશનલ મેડલ જીત્યા છે. જેમાં સુરતના હરમીત દેસાઈને ટેબલ ટેનિસની રમત માટે રાષ્ટ્રપતિએ ટ્રોફી અને રૂ. 5 લાખનો પુરસ્કાર એનાયત કર્યો હતો. જ્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સહિતના 5 ખેલાડીઓ અર્જુન એવોર્ડ લેવા આવી શક્યા નહીં.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. કોમનવેલ્થ ગેમની રમતમાં ભારતીય ટીમને જે સિદ્ધિ મળી તે સિદ્ધિમાં હરમિત પણ ટીમનો સભ્ય હતો. હરમિતની માતાનું માનવું છે કે હરમિતે જે સપનું જોયું હતું તે હાંસલ કરવામાં તેને ખૂબ મહેનત કરી છે. પોતાનું વજન ન વધી જાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી મિઠાઇનો એક ટુકડો પણ ખાધો નથી. અર્જુન એવોર્ડ તેનું એક સ્વપ્ન હતું જે ગત વર્ષે અધુરૂ રહી ગયું હતું. કારણ કે ગત વર્ષે નોમિનેશમ મળ્યુ હતું, પણ પસંદગી થઇ ન હતી. હરમિતની સિદ્ધિએ સુરત અને ગુજરાતના ખેલાડીઓને એક નવો રસ્તો બતાવ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More