Home> Gujarat
Advertisement
Prev
Next

instagram આઇડી બનાવી યુવતીની બિભત્સ તસ્વીરો મુકી બળાત્કારની ધમકી આપનારની ધરપકડ

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામ આઇડી પર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ તસ્વીરો અપલોડ કરી હતી. ત્યાર બાદ યુવતીને બળાત્કાર કરવાની ધમકીઓ પણ આપી હતી. જેના પગલે ફરિયાદ થતા વડોદરા પોલીસ દ્વારા આરોપી ભાર્ગવ પરમારની ધરપકડ કરીને વધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

instagram આઇડી બનાવી યુવતીની બિભત્સ તસ્વીરો મુકી બળાત્કારની ધમકી આપનારની ધરપકડ

વડોદરા : વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામ આઇડી પર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ તસ્વીરો અપલોડ કરી હતી. ત્યાર બાદ યુવતીને બળાત્કાર કરવાની ધમકીઓ પણ આપી હતી. જેના પગલે ફરિયાદ થતા વડોદરા પોલીસ દ્વારા આરોપી ભાર્ગવ પરમારની ધરપકડ કરીને વધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

fallbacks

રાજકોટમાં વિધર્મી યુવક સાથે પ્રેમલગ્નની જીદ કરનાર યુવતીને તેના જ પિતાએ મારી નાખી

વડોદરાના સમા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની શહેરની એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઇમ નોકરી કરે છે. દરમિયાન તેણે પોતાના ફોન પર પોતાના જ ફોટાવાળા ડુપ્લિકેટ ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી રિકવેસ્ટ આવી હતી. જેમાં તેના બિભત્સ ફોટા એડિટીંગ કરીને મુકવામાં આવ્યા હતા. મેસેજ કરી જણાવ્યું હતું કે, હું તારો બળાત્કાર કરીને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરીશ. યુવતીની ફરિયાદના આધારે વડોદરા ક્રાઇમબ્રાંચે સાયબર ક્રાઇમની ટીમે આ ગુનામા સંડોવાયેલા આરોપી ભાર્ગવ પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

દર્દીઓ પાસેથી લાખો ખંખેરી લેતી 2100 ખાનગી હોસ્પિટલો પૈકી 91 પાસે જ ફાયર NOC

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ આઇડી પર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બિભત્સ ફોટા અપલોડ કરીને દુષ્કર્મ કરવાની ધમકી આપનાર ભાર્ગવ પરમાર ફરિયાદી યુવતીની સાથે જ નોકરી કરે છે. અગાઉ પણ તેણે યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેણે ઓફીસમાં ફરિયાદ પણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More