Home> Gujarat
Advertisement
Prev
Next

અડધા કચ્છના લોકોને રાતે પાણીએ રડાવનાર બાપ-બેટાને પોલીસે ઝડપી લીધો

અડધા કચ્છના લોકોને રાતે પાણીએ રડાવનાર બાપ-બેટાને પોલીસે ઝડપી લીધો

* ભુજ (Bhuj) બહુચર્ચિત પોસ્ટ કૌભાંડનો મુખ્ય આરોપી ફરાર થયેલ ને પલ્લીસે ફરી ઝડપી પાડ્યો
* ફરાર આરોપી સચિન ઠકકરને પોલીસે ઝડપી પાડ્યો
* આજે સવારે ભુજ (Bhuj) A ડિવિઝન પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો આરોપી
* પોલીસે કરાર આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી
* કરોડોનો કૌભાંડી આરોપી સચિન ગણતરીનાં કલાકોમાં જ ઝડપાયો, 

fallbacks

અમદાવાદ : કરોડો રૂપિયાનું પોસ્ટનું કૌભાંડ આચરનાર સચિન ઠક્કરને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે. સવારે ભુજ (Bhuj) પોલીસ સ્ટેશનમાંથી સચિન ફરાર થઈ જતા પશ્ચિમ કચ્છ (Kutch) જિલ્લા સહિતની તમામ પોલીસ હરકતમાં આવી ગયી હતી. અને ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ કચ્છ (Kutch)ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)એ તેને ભુજ (Bhuj)માંથી જ દબોચી લીધો હતો.ભુજ (Bhuj)નાં 'એ' ડિવિઝન પોલિસ મથકમાંથી સચિન  સવારે નવ વાગે ભાગી ગયો હતો. સાફ  સચિન ભાગી જવાની વાતથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. 

મશીનમાંથી ધારદાર છરા છુટ્યા સીધા કારીગરનાં ગુપ્તભાગમાં વાગ્યા અને પછી શરૂ થઇ કુદરત સાથેની લડાઇ

હાઈપ્રોફાઈલ આર્થિક ગુન્હાનો આરોપી પોલીસ મથકમાંથી ભાગી જવાની ઘટનાને એસપી સૌરભસિંગએ ગંભીરતાથી લઈને તમામને એલર્ટ કરી દીધા હતા. તમામ પોલીસ મથક, એલસીબી અને એસઓજી ઉપરાંત તમામ બ્રાન્ચના કર્મચારીઓને સચીનનો પત્તો મેળવવા એક્ટિવ કરી દેવાયા હતા. તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં  ટીમને બાતમી મળી કે, સચિન ઘનશ્યામનગરમાં સંતાયો છે. સચિન ત્યાં પોસ્ટ વિભાગનાં કોઈ એજન્ટ કર્મચારીને ઘરે છુપાયો હતો. પોલીસે તરત જ તેને ઝડપી લઈને ફરી પાછો લોકઅપમાં ધકેલી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More