Home> Gujarat
Advertisement
Prev
Next

વરસાદ માટે પણ લોકડાઉન ખુલ્યું ? અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ

સમગ્ર દેશના અનેક રાજ્યોમાં આજે કોરોનાને કારણે થયેલા લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાતમાં પણ છુટછાટ આપવામાં આવી છે. આજથી સમગ્ર ગુજરાત ફરી એકવાર ધમધમતું થયું છે. જો કે વરસાદ પણ લોકડાઉન ખુલે તેની રાહ જોઇને બેઠો હોય તેમ આજે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વરસાદ માટે પણ લોકડાઉન ખુલ્યું ? અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ

અમદાવાદ : સમગ્ર દેશના અનેક રાજ્યોમાં આજે કોરોનાને કારણે થયેલા લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાતમાં પણ છુટછાટ આપવામાં આવી છે. આજથી સમગ્ર ગુજરાત ફરી એકવાર ધમધમતું થયું છે. જો કે વરસાદ પણ લોકડાઉન ખુલે તેની રાહ જોઇને બેઠો હોય તેમ આજે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

fallbacks

ગુજરાત અનલોક થયાનાં પહેલા જ દિવસે 423 નવા કેસ, રિકવરી રેટ 62.61 ટકા હોવાનો દાવો

જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાની પણ વાત છે. અમદાવાદનાં ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી, મણિનગર, નારોલ, ઇસનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલ, સરસપુર, રોડા અને બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કોરોનાને કારણે બહાર નિકળેલા લોકો ગરમીથી ત્રસ્ત હતા જો કે હવે વરસાદ પણ પડી જતા ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. 

ગુજરાતની 4 બેઠક માટે રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર, બંન્ને પક્ષોએ ફરી બાંયો ચઢાવી

જો કે વરસાદ પડવાને કારણે શરદી, તાવ અને ઉધરસ જેવા કેસોમાંવધારો થવાની શક્યતા છે. તેવામાં કોરોના કાળમાં તંત્ર માટે ચિંતાઓ વધારી શકે છે. હવે કેવી અસર થાય છે તે તો જોવું રહ્યું. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર ભીમ અગિયારશ પહેલા વરસાદ આવી પહોંચતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

(તસ્વીર: જૈમિન વ્યાસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More