Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના વાયરસ પર સાંઈરામ દવેએ બનાવ્યું અફલાતૂન ગીત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus) નો ભય લોકોને સતાવી રહ્યો છે. આવા સમયે રાજકોટના વધુ એક લોક કલાકાર સાંઈરામ દવે (sairam dave) એ કોરોનાથી સાવચેત રહેવા ગીત બનાવ્યું છે. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પ્રથમ વખત ગુજરાતી રેપ ગીત બનાવ્યું છે અને તેમાં કોરોનાથી કેવી રીતે બચી શકાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાંઈરામ દવેએ આ મામલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, લોકોને સાવચેત રાખવા એક સંદેશ આપવા માંગતા હોવાથી આ સોંગ બનાવી લોકો સમક્ષ રજુ કર્યું છે.

કોરોના વાયરસ પર સાંઈરામ દવેએ બનાવ્યું અફલાતૂન ગીત

રક્ષિત પંડ્યા/રાજકોટ :દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus) નો ભય લોકોને સતાવી રહ્યો છે. આવા સમયે રાજકોટના વધુ એક લોક કલાકાર સાંઈરામ દવે (sairam dave) એ કોરોનાથી સાવચેત રહેવા ગીત બનાવ્યું છે. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પ્રથમ વખત ગુજરાતી રેપ ગીત બનાવ્યું છે અને તેમાં કોરોનાથી કેવી રીતે બચી શકાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાંઈરામ દવેએ આ મામલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, લોકોને સાવચેત રાખવા એક સંદેશ આપવા માંગતા હોવાથી આ સોંગ બનાવી લોકો સમક્ષ રજુ કર્યું છે.

fallbacks

વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી

ગીતના માધ્યમથી વૈદિક ભારત તરફ પાછા ફરવાનો નિર્ધાર કરવાનો તેઓએ સંદેશ આપ્યો છે. એકદમ હળવી શૈલીમાં આ ગીત બનાવાયું છે, જેને સાંભળતા જ તમે રેપસોન્ગ સાંભળતા હોય તેવું લગાશે. હાસ્ય કલાકાર આ ગીત વિશે જણાવે છે કે, કોલેજમાં ભણતો ત્યારે બાબા સાયકલના રેપસોન્ગ ગાતો હતો. આજે વીસ-પચ્ચીસ વર્ષ બાદ રેપ સોન્ગનો વારો આવ્યો છે. હું અને કીર્તિદાન બેસ્યા હતા, એટલે આ ગીત બનાવવાનું નક્કી કર્યું. આ ગીતમાં મારે આર્યુવેદિક ઉચ્ચારો મૂકવા હતા. 

આ 3 ભૂલથી સૌથી પહેલા ફેલાય છે કોરોના, નહિ વાંચો તો પસ્તાવો થશે

તેમણે કહ્યું કે, નમસ્તેને પણ આખા વિશ્વએ માની લીધું છે, નમસ્તે તો આપણી પરંપરા છે. આપણા પરનો વિશ્વાસ ડગી ગયો છે. પણ હવે સમય આવી ગયો છે. આપણા સંસ્કારોમાં ભારોભાર વિજ્ઞાન ભરેલુ છે. યજ્ઞ પરંપરા તરફ પાછા ફરીએ તો વિશ્વની કોઈ પણ મહામારી સામે ભારત લડી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More