Home> Gujarat
Advertisement
Prev
Next

Kejriwal Gujarat Visit: 'મારો જન્મ કંસની ઓલાદનો નાશ કરવા થયો છે, મને ભગવાને મોકલ્યો છે: કેજરીવાલ

મારા વિરોધીઓ મારી વિરુદ્ધ જે પણ કંઈ કરે છે તેનાથી મને કોઈ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું : અરવિંદ કેજરીવાલ

Kejriwal Gujarat Visit: 'મારો જન્મ કંસની ઓલાદનો નાશ કરવા થયો છે, મને ભગવાને મોકલ્યો છે: કેજરીવાલ

વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને દાહોદમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોડ શો દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

fallbacks

લોકો મારી નફરતમાં એટલા આંધળા થયા કે ભગવાનને પણ છોડ્યા નહી: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં હજારોની ભીડને સંબોધતા જણાવ્યું હતું કે, આજનાં દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું. જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે.

ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે, જનતા પરિવર્તન ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ
આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.

ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી, હજારો લોકોએ ત્રિરંગા યાત્રાને સફળ બનાવી
આમ આદમી પાર્ટી દ્વારા વડોદરામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘આપ’ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પણ જોડાયા હતા. વડોદરામાં તિરંગા યાત્રા દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ હવે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે, ગુજરાત પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને ચાહે છે તે દર્શાવવા, આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે હજારોની ભીડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વડોદરાના ઘણા બધા સ્થાનિક લોકો પણ ભારે વરસાદમાં તિરંગાયાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી, આ સંદેશ સાથે હજારો લોકોએ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાને વડોદરામાં સફળ બનાવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More