Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતભરમાં 6 વર્ષના આર્યન ભગત પોતાની ભક્તિથી બન્યો ચર્ચાનું કેન્દ્ર, જાણો નાની ઉંમરે કરી રીતે બની ગયો 'મોટો સાધુ'

 

આટલી નાની ઉંમરમાં જ આર્યન એક સંત તરીકે પોતાનું જીવન જીવે છે. જે ખુબજ અદભુત વાત છે. લોકો તેમના આજ ગુણ જોઈને ભાવ વિભોર બની જાય છે.

ગુજરાતભરમાં 6 વર્ષના આર્યન ભગત પોતાની ભક્તિથી બન્યો ચર્ચાનું કેન્દ્ર, જાણો નાની ઉંમરે કરી રીતે બની ગયો 'મોટો સાધુ'

 

રઘુવીર મકવાણા/બોટાદ: સાળંગપુર અને સૌરાષ્ટ્રમાં બાળ ભગતની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. આ બાળ ભગત એટલે આર્યન ભગત ખુબજ નાની ઉંમરે ભગવાનની ભક્તિમાં પોતાનું એક અનેરું સ્થાન બનાવી દીધું છે. આજે તે પોતાની ભકતી કરવાની અલગ રીતથી આખા ગુજરાતમાં જાણીતી થયો છે. ખુબ જ નાની ઉંમરે આર્યન ભગત  લાખો લોકોની જનમેદની સાથે સત્સંગ કરે છે અને પોતાની આગવી શૈલીમાં લોકોને ભગવાનની  ભક્તિની વાતો કરે છે. આર્યન ભગત તેની સમક્ષ ઉંમરના અન્ય બાળકો કરતા જ્ઞાન અનોખુ જ્ઞાન ધરાવે છે. આટલી નાની ઉંમરમાં જ આર્યન એક સંત તરીકે પોતાનું જીવન જીવે છે. જે ખુબજ અદભુત વાત છે. લોકો તેમના આજ ગુણ જોઈને ભાવ વિભોર બની જાય છે.

fallbacks

fallbacks

અતીકની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો 

બોટાદ જિલ્લાના ગઢડામાં જ્યારે કથાનું આયોજન થયું હતું, એ સમયે આર્યનની ઉંમર માંડ બે વર્ષની હતી. આર્યન હજુ તો બોલતા જ શીખ્યો હતો, પરંતુ સંજોગો એવા ઊભા થયા કે તે હરિપ્રસાદ સ્વામીની નજરમાં આવી ગયો. આર્યનના પિતાએ જણાવ્યું હતું કે 'શરૂઆતમાં તો અમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા નહોતા, પરંતુ આર્યનના જન્મના દોઢ વર્ષ બાદ અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા. થોડા સમયમાં જ અમને ઘણા સંકેતો મળવા લાગ્યા એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષણ વધતું ગયું. 

આ ઘટના એ સમયની છે, જ્યારે આર્યનની ઉંમર બે વર્ષની હતી. ત્યારે અમે ગઢડા મંદિરે જતા હતા અને પાંચ વખત આરતી કરતા હતા. એ સમયે સંત હરિપ્રસાદ સ્વામી કથા કરવા માટે આવ્યા હતા. કદાચ ગોપીનાથજી મહારાજની કૃપા જ કહી શકાય કે અમે પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમણે અમને કહ્યું કે આ બાળકમાં કંઈક ખાસ છે. એ દિવસે હરિપ્રકાશ સ્વામીએ આર્યનને કાગળ પર કંઈક લખીને આપ્યું હતું અને કહ્યું કે તારે આટલું બોલવાનું છે. થોડા જ સમયમાં આર્યને કાગળ પર જે લખાણ લખ્યું હતું એને યાદ કરીને બોલી ગયો અને ત્યારથી આર્યનની યાત્રા શરૂ થઈ. આજે પણ આર્યન ભગત જે સ્થિતિમાં છે એની પાછળ હરિપ્રકાશ સ્વામીના જ આશીર્વાદ છે. 

fallbacks

કરોડોનો મુગટ સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ, જુઓ PHOTOs

આમ તો આર્યનની ઉંમર ભલે છ વર્ષની હોય, પરંતુ જાહેર મંચથી ઘણી વખત ખૂબ ગંભીર વાત એકદમ સરળતાથી કહી દે છે. એટલે આર્યને પૂછ્યું કે તમારે મોટા થઈને શું બનવાની ઈચ્છા છે. ત્યારે આ સવાલનો ખૂબ જ ધૈર્યપૂર્વક જવાબ આપતા આર્યને કહ્યું, 'મારી ઈચ્છા મોટા થઈને સાધુ બનવાની છે. હું અત્યારથી જ કહેતો હોઉં છું કે લોકોએ ભક્તિ કરવી જોઈએ અને વ્યસન છોડી દેવું જોઈએ. તમારા માટે નહીં, પરંતુ તમારા પરિવાર માટે વ્યસન છોડી દેવું જોઈએ.

fallbacks

આર્યન ધરજીયાથી આર્યન ભગત બનવાની કહાની ચારેક વર્ષ પહેલાં બનેલી આ ઘટના બાદ આર્યન ધરાજિયાનો અધ્યાત્મ પ્રત્યેનો લગાવ વધતો ગયો. ધીરે ધીરે આર્યનની ધર્મ પ્રત્યેની સમજ પણ વધવા લાગી, કારણ કે તે કલાકોના કલાકો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે રહેતો હતો. કોઈપણ મુદ્દાને સાંભળવાની, સમજવાની અને ત્યાર બાદ એ મુદ્દે સુવ્યવસ્થિત રીતે વક્તવ્ય આપવાની આર્યનને સમજણ મળવા લાગી અને આવી સંગતની અસરને કારણે જ આર્યન ધરાજિયા નામની ઓળખ સમજદારીપૂર્વક સત્સંગ આપનાર આર્યન ભગત તરીકેની બની ગઈ અને શરૂ થયો જીવનનો સૌથી નવો પડાવ. 

સરકાર આ દિવસે જારી કરશે 100 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે, શું હશે તેમાં ખાસ

આજે આર્યન ભગતને તેના પિતા પણ ભગતજી કહીને બોલાવે છે.આર્યનના શબ્દો લોકોમાં જોશ ભરી દે છે આજના સમયમાં આર્યન ભગતને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અનેક સામાજિક સંસ્થાઓ જ્યારે કોઈ સત્કાર્ય માટે ડાયરાનું આયોજન કરે, કોઈ જગ્યાએ સત્સંગ હોય, ગુજરાતના ખ્યાતનામ કથાકારો કથા હોય તો આર્યન ભગતને જરૂરથી આમંત્રણ આપવામાં આવે છે. એમાં આર્યન ભગતની થોડા સમયની હાજરી અને 10થી 20 મિનિટનું પ્રવચન લોકોમાં એક નવો જોશ અને ઉત્સાહ ભરી દે છે

આર્યનને શાળામાંથી આ ખાસ બાબતે છૂટ મળી છે આર્યન ભગત બોટાદમાં જિનિયસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણે છે. આર્યનના પિતાએ કહ્યું, 'દોઢ વર્ષની ઉંમર પછી આર્યન ભગતે પેન્ટ-શર્ટ પહેર્યા નથી, તેમણે સાધુની માફત કેસરિયો જ ધારણ કરી લીધો છે, એટલે જ્યારે અમે તેમને ભણવા માટે બેસાડ્યા ત્યારે શાળામાં આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે શાળા તરફથી કહેવામાં આવ્યું કે અમને કોઈ વાંધો નથી, આર્યન ભગત તે ઈચ્છે એવાં કપડાંમાં આવી શકે છે.'

fallbacks

181 લેવાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે પહેલા ક્વાર્ટરની ફીમાં વધારો કરી 31 હજાર 54 કરાઈ છે. બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો છે.

હત્યારો હત્યા કરીને માથુ સાથે લઈ ગયો, ખેડા પોલીસે 15 કલાકના ઓપરેશનમાં ઉકેલ્યો ભેદ

આ મુદ્દે આર્યને કહ્યું, 'હું સ્કૂલમાં આવાં જ વસ્ત્ર પહેરીને જાઉં છું. મારા પર ભગવાનની જ એવી કૃપા થઈ કે શાળામાંથી મને કહેવામાં આવ્યું કે તમે યુનિફોર્મ પહેરીને ન આવતા. હાલના સમયે આર્યન બૂટ-ચપ્પલ પહેરવાને બદલે ચાખડી પહેરે છે. આર્યને  જણાવ્યું, કે 'મને ભગવાને જે સુઝાડ્યું એ રીતે કામ હું કરું છું. મને બૂટ કે ચપ્પલ પહેરવાની ઈચ્છા જ થતી નથી, મને ચાખડી પહેરવી ગમે છે એટલે હું એ પહેરું છું.

fallbacks

આર્યન ભગતને સ્કૂલ તેમજ મિત્રે અંગે સવાલ કર્યો તો કહ્યું, 'જ્યારે શિક્ષક વર્ગખંડમાં ન હોય ત્યારે હું ભગવાને ક્યાં અને કેવા ચમત્કાર કર્યા હતા તેની વાતો કરવા માંડું છું. મારા મિત્રો મારી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. હું જ્યારે ભગવાનના ચમત્કારની વાતો કરું ત્યારે શિક્ષક મને આર્યન ભગત કહે છે, પરંતુ જ્યારે ભણાવતા હોય ત્યારે ફક્ત આર્યન કહીને બોલાવે છે.

આર્યનના પિતાએ અન્ય માતા-પિતાને શું અપીલ કરી મહેન્દ્રભાઈએ કહ્યું, 'તમારા બાળકને ભગવાને જે પણ આપ્યું છે એના માટે છૂટછાટ આપો. કોઈ સારા કામ માટે તેને રોકો નહીં. જો સત્યના માર્ગે જાય તો તેને સહકાર આપવો જ જોઈએ, એવી મારી ભલામણ છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More