Home> Gujarat
Advertisement
Prev
Next

હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ થયો શરૂ

સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે. 

હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ થયો શરૂ

બ્રિજેશ દોશી/અમદાવાદ: સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે. 

fallbacks

અમદાવાદના ગૌરવ સમાન કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યાનો ગંભીર આરોપ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે લગાવ્યો છે. તેમનો દાવો છે કે કોટ વિસ્તારમાં શહેરના વોર્ડનો સમાવેશ થાય છે. દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયા, ખાનપુર વોર્ડ કોટ વિસ્તારમાં આવે છે જેમાં અંદાજે 15 લાખથી વધુ નાગરીકો રહે છે. આ વિસ્તારોમાં મોટાભાગના મકાનો 50 વર્ષ જૂના છે. જ્યાં રિડેવલપમેન્ટ માટે કોઇ પોલીસી નથી જેના કારણે જે તે મકાનમાલિકે જાતે જ મકાન બનાવવું પડે છે. જેના કારણે દબાણ વધવાની શક્યતા છે.

ગુજરાતનો પ્રથમ કિસ્સો: બ્રેઇન ડેથ વ્યક્તિના ફેફસા દાન કરાયા, 7 લોકોને મળશે નવજીવન

શું છે પૂર્વ ધારાસભ્યની માંગ?

  • કોટ વિસ્તારને રહેણાંક ઝોન જાહેર કરવામાં આવે
  • કોમર્શિયલ કોમ્પલેક્ષના ગેરકાયદે બાંધકામ દૂર થાય
  • રહેઠાણના મકાનોના રિડેવલપમેન્ટ માટે નવી પોલીસી બને
  • કોટ વિસ્તારમાં બનતા બહુમાળી ટાવરોને લઇને પણ નીતિ હોવી જરુરી છે

સાથે જ અધિકારીઓની મિલિભગત વગર કોઇ પ્લાન પાસ થતા નથી જેના કારણે આ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો વધ્યા છે. સાથે જ કોઇ નિયમો ન હોવાના કારણે ઘણાં વિસ્તારોમાં બહુમાળી મકાનો પણ બની રહ્યા છે. જેનાથી કોટ વિસ્તારની ઓળખ નાશ પામી રહી છે. આવા સંજોગોમાં હેરિટેજ સીટીના ગૌરવ એવા કોટ વિસ્તારનો નાશ અટકાવવા કોર્પોરેશન કોઇ કારવાઇ કરે તેવી માગ પૂ્ર્વ ધારાસભ્યએ કરી છે.

AMCના ‘સરકારી બાબુઓને’ મિલકત જાહેર કરવા કમીશ્નરની છેલ્લી તાકિદ

અમદાવાદના ગૌરવને જાળવી રાખવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્યનો પત્ર મળ્યો હોવાનો સ્વીકાર અમદાવાદ મહાનગરપાલિકા સત્તાધીશોએ કર્યો છે. જો કે સાથે જ તેમણે દાવો કર્યો કે, આ બાબત હાલ વિચારણા હેઠળ છે. કોટ વિસ્તારના ગૌરવને કોઇ આંચ ન આવે તેની તકેદારી તંત્ર રાખી રહ્યું છે. અને રાજ્ય સરકાર સાથે પણ આ બાબતે ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ: પત્ની દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને કારણે પતિએ કરી આત્મહત્યા

હેરિટેજ સીટીની ઓળખ પર કોઇ પણ દાગ ન લાગે તે જોવાની સૌની જવાબદારી છે અને કોર્પોરેશન પણ તેમાં કોઇ પીછેહઠ નહિ કરે. નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને તમામ પગલાં ભરાઇ રહ્યા છે અને આ મામલે ઝડપથી કોઇ નીતિ બને તે માટે કામ ચાલું છે. આગામી દિવસોમાં આ મુદ્દે ગંભીરતાથી કામ હાથ પર લેવાશે તેવો તંત્રનો દાવો છે.

કોટ વિસ્તારમાં લગભગ  500થી વધુ પોળ આવેલી છે. જે હેરિટેજ સીટીનું ગૌરવ છે અને તેની જાળવણી સરકારી તંત્ર દ્રારા થઇ રહી છે. ત્યારે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ આ મામલે ઉઠાવેલા સવાલોનો હાલ તો તંત્ર પાસે કોઇ જવાબ નથી ત્યારે આગામી દિવસોમાં કયા પ્રકારની નીતિ આવશે અને ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More