મુસ્તાક દલ, જામનગર: આજની યુવા પેઢી ડોકટર અને એન્જીનિયર બનાવાની હોડમાં લાગી છે. ત્યારે આવાનારી યુવા પેઢી વધુમાં વધુ સેનામાં જોડાયા તેવા ઉદેશ સાથે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ‘તમારી સેનાને જાણો’નો અનોખો કાર્યક્મ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર શહેરની જુદી જુદી 26 શાળાના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના યુવાનો અને શહેરીજનોએ હજારોની સંખ્યામાં એરફોર્સ સ્ટેસનમાં યોજાયેલ સ્ટેટેજીક ડીસ્પેલની મુલાકાત લીધી હતી. ‘તમારી સેનાને જાણો’ કાર્યક્રમને એરફોર્સ સ્ટેશનના વડા એરકમોન્ડર વી એમ રેડ્ડી દ્વારા નેવી વાલસુરાના કમાન્ડીંગ ઓફિસરની ઉપસ્થિતમાં વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો: પતિ પત્ની ઓર વો: દાતરડાના 15 ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા
પ્રજાસતાક પર્વ નિમિત્તે સેના દ્વારા વિવિધ કાર્યક્રમોની દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે યોજાયેલ ‘તમારી સેનાને જાણો’ કાર્યક્રમને ખુલ્લો મુકતી વેળાએ ચેતક હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જયારે એરફોર્સ સ્ટેસનના ફાયર બ્રિગેડ દ્વારા અદભુત વોટર કેનન શો રજૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ થયેલી ઉરી સર્જીકલ અને આતંકવાદી હુમલા સમયે જે લોકો મુશ્કલીમાં મુકાયા હોય તેને કઈ રીતે બચાવવા તે અંગેનું જોરદાર નિર્દેશન આપવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો: ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સાથે તસવીરમાં દેખાતા આ શખ્સો કોણ છે?
જામનગરના ખાસ લડાયક હેલિકોપ્ટર મી-17માંથી એરફોર્સની ખાસ ગરૂડ સ્કવોડ દ્વારા લાઈવ ઓપરેશન કરવામાં આવતા ઉપસ્થિત સૌ કોઈએ જાબાંજ જવાનોના ઓપરેશનને તાળીઓના ગળગટથી વધાવ્યુ હતું. જયારે જામનગર એરફોર્સ સ્ટેશનના લડાયક વિમાન મિગ અને જગુઆરનું ફલાઈટ ઓપરેશન પણ શાળાના વિદ્યાર્થીઓને લાઈવ બતાવવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો: રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર: 22 જાન્યુઆરી સુધી 397 કેસ નોંધાતા સરકાર ચિંતિત
જામનગર એરફોર્સ સ્ટેશનમાં કાર્યક્રમ દરમિયાન સ્ટેટેજીક ડિસ્પેલ ગોઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત લડાયક વિમાનો યુદ્ધમાં ઉપયોગ લેવાતા હથિયારોનું પણ ડિસ્પલે રાખવામા આવ્યું હતું. જેની જામનગરની વિવિધ શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. જયારે એરફોર્સના અધિકારીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને એરફોર્સની કામગીરીથી વાકેફ કરવા માટેની સમજુતી આપવામાં આવી હતી.
વધુમાં વાંચો: મુન્નાભાઈ MBBS: રાજકોટ શહેર અને જિલ્લામાંથી એક દિવસમાં 4 બોગસ તબીબ પકડાયા!
એરફોર્સ દ્વારા યોજાયેલ કાર્યક્રમ સેનાને જાણો અંતર્ગત મુલાકાત લઈને વિદ્યાર્થીઓ પણ રોમાચિંત થઈ ઉઠયા હતા અને તેમણે પણ આગામી ભવિષ્યમાં સેનામાં જોડાવાની ઉત્સુકતા દાખવી હતી. જયારે એરફોર્સ દ્વારા ભારતની યુવા પેઠી અને ખાસ કરીને ગુજરાતના યુવાનો વધુમાં વધુ સેનામાં જોડાયા તે માટે આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.
વધુમાં વાંચો: સમલૈંગિક પ્રેમપ્રકરણઃ 23 વર્ષની પરિણીતા 19 વર્ષની બહેનપણી સાથે ભાગી ગઈ!
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે જામનગર એરફોર્સ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સેના અંગે જાણકારી મળે તે અંગેનો ખાસ હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. જયારે સામાન્ય રીતે પુસ્તકોમાં અને ટીવી તેમજ ફિલ્મમાં જોવા મળતી એરફોર્સની કામગીરી આજે નરી આંખે જોવા મળતા કાર્યક્રમની મુલાકાતે આવેલા લોકોમાં પણ એક અનોખો રોમાંચ જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે