Home> Gujarat
Advertisement
Prev
Next

Asaram Rape Case Verdict : આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ

Asaram rape case Verdict : દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયો લંપટ આસારામ,,, આજે ગાંધીનગરની કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે,,, 2013માં આસારામ સામે નોંધાઈ હતી દુષ્કર્મની ફરિયાદ,,, 

Asaram Rape Case Verdict : આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ

Asaram rape case Verdict : દુષ્કર્મ કેસમાં લંપટ આસારામ દોષિત સાબિત થયો છે. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.આ કેસમાં સરકારે આસારામને આજીવન કેદની માંગ કરી હતી. તો બચાવ પક્ષે ઓછામાં ઓછી સજા માંગી હતી. 9 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આખરે આજે ચુકાદો આવ્યો હતો. 

fallbacks

કોર્ટ રૂમ માં સ્પેશિયલ સરકારી વકીલ આર. સી.કોડેકર અને આસારામના વકીલ બી.એમ.ગુપ્તા હાજર  રહ્યા હતા. તો આસારામને જોધપુર જેલમાંથી  વીડિયો કોંફરન્સના માધ્યમથી જોડવામાં આવ્યો હતો. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી.કે.સોનીએ દોષિત આસારામને સજાનું એલાન કર્યુ હતું. સરકારી વકીલ આરસી કોડેકરે કોર્ટરૂમ બહાર કહ્યું કે, સજા વિશે અમારી ટીમને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે 376 અને 377 કલમ અંતર્ગત આજીવન કેદ, પીડિતને 50 હજાર રૂપિયાનું વળતર, અને પાછળની 5 સેક્શનમાં એક-એક વર્ષની સજા અને નોમિનલ ફાઈન આપવાનો ઓર્ડર કર્યો છે. આજીવન કેદ બાદ મહત્તમ સજા ફાંસીની હોય છે. પ્રોસિક્યુશન આજીવન સજા બાદ ફાંસીની સજા માટે અપીલ કરતુ નથી. પરંતુ બચાવ પક્ષનો અપીલ કરવાનો અધિકાર છે. 

બાકીના 6 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામ દુષ્કર્મ કેસ નોંધાયો હતો. જેમાં પાખંડી ધર્મગુરુ આસારામ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાઈ હતી. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામ દુષ્કર્મ કેસનું હિયરિંગ થયું. ત્યારે હવે આસારામ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે અને બાકીના છ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આશારામને આજે કોર્ટ 11 વાગ્યે સજા સંભળાવશે. વકીલે વધુ માહિતી આપતા કહ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કલમ 342 ગેરકાયદે અટકાયત, કલમ 357 શારીરિક ઈજા, કલમ 376, 377 હેઠળ આરોપીને કોર્ટે દોષિત ગણાવ્યા છે. આસારામને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરશુ. 

કોર્ટે કોને ગઈકાલે નિર્દોષ છોડ્યા
1 ભારતી ..આસારામ પુત્રી
2 લક્ષ્મી..આસારામ પત્ની
3 નિર્મલા ..ઢેલ
4 મીરા...બંગલો
5 ધ્રુવ 
6 જસવતી

80 વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા 
જેમાં બે સાક્ષી મૃત્યુ પામ્યા છે
અખિલ ગુપ્તા 
અમૃત પ્રજાપતિ 

કલમ
376 (B) બળાત્કાર, 377 સૃષ્ટિવિરુદ્ધ નું કૃત્ય, 357 હુમલો, 342 હુમલો, 323 માર મારવો, 346 બળજબરીથી ગોંધી રાખવા, 354, 120 b સડયંત્ર, 201 પુરાવા નો નાશ

  • કેસની પહેલી સુનવણી 4-6-2014 થઈ
  • આજે 30-1-2023 જજમેન્ટ
  • અત્યાર સુધી ને લઈ 2 થી વધુ મુદત પડી ચુકી છે
  • આસારામની દિકરી ભારતી આવશે પછી કોર્ટ ચુકાદો સંભળાવશે

આ પણ વાંચો : 

પેપરલીક કૌભાંડ : સરકાર લાવી શકે છે નવો કાયદો, સરવે માટે ટાસ્ક ફોર્સને અપાઈ સૂચના

અમિત ચાવડા ન ઘરના ન ઘાટના થશે : ભાજપનો મૂડ બદલાયો તો બદલી નાંખશે નેતા વિપક્ષનો કાયદો

શું હતો આખો કેસ
વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે, નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. યુવતીના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા. તેના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.  2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.

છેલ્લાં 10 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

આ પણ વાંચો : પેપરલીક કૌભાંડની આવી હતી મોડસ ઓપરેન્ડી : 5 લાખમાં બહાર આવેલી એક ઝેરોક્ષ 12 લાખની થઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More