Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની અશરફ નાગોરી ગેંગ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો, 3 સાગરીતોની અટકાયત

પોલીસ શહેરની માથાભારે ગેગ સામે લાલા આંખ કરી રહી છે તેવામાં વધુ એક કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા Gujctoc મુજબ સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લાલગેટ પોલીસે અશરફ નાગોરીના ત્રણ સાગરીતની ધરપકડ લાલાગેટ પોલીસ દ્વારા કરવામાં આવી. સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

સુરતની અશરફ નાગોરી ગેંગ સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો, 3 સાગરીતોની અટકાયત

ચેતન પટેલ/ સુરત : પોલીસ શહેરની માથાભારે ગેગ સામે લાલા આંખ કરી રહી છે તેવામાં વધુ એક કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા Gujctoc મુજબ સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લાલગેટ પોલીસે અશરફ નાગોરીના ત્રણ સાગરીતની ધરપકડ લાલાગેટ પોલીસ દ્વારા કરવામાં આવી. સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

fallbacks

તળાજા: બાઇક ચાલકને બચાવવા જતા ગાડી પલટી ગઇ, મહુવા કોર્ટનાં બેલીફનું મોત, વકીલ ઇજાગ્રસ્ત

સુરતના લાલગેટ, ચોકબજાર વિસ્તારમાં ફાયરીંગ, ખંડણી, ગેરકાયદેસર હથિયારોના ગુનામાં ઝડપાયેલા તેમજ અંડરવર્લ્ડ સાથે કથિત કનેક્શન ધરાવતા કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસે આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા Gujctoc મુજબ આજરોજ ગુનો નોંધ્યો હતો. 

રાજકોટ અગ્નિકાંડમાં દોઢ મહિને જજ તપાસ માટે પહોંચ્યા, આગ લાગવાનું કારણ હજુ ખબર નથી

આરોપીના નામ...
(૧) મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી
(૨) મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અસારી
(૩) મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી
(૪) વસીમ મુસ્તફ કુરેશી
(૫) અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદિન શેખ

ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ઉપરાંત આઇ.ટી અને સોશિયલ "મીડિયા" સેલની જાહેરાત, અનેક નવા ચહેરાને સ્થાન

પોલીસે રામપુરા પસ્તાગીયા શેરીમાં રહેતા મો.અશરફ ઈસ્માઈલ નાગોરી, તેના 12 સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ સાગરીતની પણ અટકાયત કરી છે. જયારે ગેંગનો મુખ્ય સૂત્રધાર માથાભારે અશરફ નાગોરી હાલ તડીપાર છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

નવી ટુરિઝમ પોલિસી જાહેર કરતા CM રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ થાય

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ...
* મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી  12 ગુના આચર્યા
* મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અસારી 2 ગુના
* મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી 2 ગુના
* વસીમ મુસ્તફ કુરેશી 2 ગુના
* અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદિન શેખ 5 ગુના

જાણો ગુજરાતને મળેલી વેક્સીનની તમામ માહિતી, એક્સપાયરી તારીખથી લઈને ઘણું બધું... 

આ ગેગના ઇતિહાસ ની વાત કરીએ તો....
સુરતના રામપુરા વિસ્તારમાં બરાબર એક વર્ષ અગાઉ 11 જાન્યુઆરીની મોડીરાત્રે મેલી વિદ્યાની આશંકામાં સામસામા ફાયરીંગની ઘટના બની હતી. માથાભારે અશરફ નાગોરીએ મેલી વિદ્યા કરી છે તેવી આશંકાને પગલે મહેતાબ ભૈયા સાથે તેનો ઝઘડો થયો હતો. તેની જાણ મહેતાબના ભાઈ હાસીમને થતા તે અશરફ પાસે પહોંચ્યો ત્યારે ઝઘડો થતા અશરફે હાસીમ ઉપર ફાયરિંગ કર્યું હતું અને તે સમયે તેને બચાવવા મહેતાબ આગળ આવી જતા તેને ડાબા પગમાં  નીચેના ભાગે ગોળી વાગી હતી. આથી તેણે પોતાની પાસેની પિસ્તોલથી અશરફ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને લીધે લોકો એકત્ર થઇ જતા તેઓ ત્યાંથી ભાગ્યા હતા.

રાજકોટમાં વેક્સીન સ્ટોરેજ રૂમ તૈયાર, એકવાર રસી આવ્યા બાદ અંદર કોઈને પ્રવેશ નહિ

અગાઉ આચરેલા ગુના
* જ્યારે હરેન પંડયા હત્યા કેસમાં ઝડપાયેલો અશરફ નાગોરી વર્ષ 2013 માં પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્ય પ્રદેશથી લાવેલા હથિયારો સાથે ઝડપાયો હતો
* ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યા માટે હથિયાર પુરા પાડનાર અશરફ નાગોરી વર્ષ 2013 માં વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્ય પ્રદેશથી લાવેલા 11 પિસ્તોલ અને 62 કારતુઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. 
* વર્ષ 2002 માં સુરત ભાજપના કોર્પોરેટર અને વકીલ હસમુખ લાલવાલા ઉપર પણ ફાયરિંગની ઘટનામાં તે ઝડપાયો હતો
* વર્ષ 2003માં અમદાવાદ પોલીસે પોટા હેઠળ અને વર્ષ 2013 અને 2015 માં સુરત પોલીસે પાસા હેઠળ તેની ધરપકડ કરી હતી.
* જયારે નવેમ્બર 2020 માં જ તેને તડીપાર કરાયો હતો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More