Home> Gujarat
Advertisement
Prev
Next

શાદી ડોટકોમના નામે કૌભાંડ ન થઇ જાય! UK ના ડોક્ટરે યુવતી કહ્યું જાન માત્ર 13 લાખ મોકલ જીવન બનાવી દઇશ અને...

સોશિયલ મીડિયા મારફતે ઓનલાઇન યુવક-યુવતીની પસંદગી કરવી ક્યારેક ભારે પડી શકે છે અને આવા અનેક online પ્લેટફોર્મમાંથી પસંદ કરેલું પાત્ર ક્યારેક વિશ્વાસઘાત પણ કરતું હોય છે.  આવો જ એક બનાવ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી યુવતી સાથે બન્યો shaadi.com વેબસાઇટમાંથી યુવકને પસંદ કરી લગ્ન માટે તૈયારી બતાવતા યુવકે ટુકડે ટુકડે ૧૩ લાખ છત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા. યુવતી છેતરપિંડીનો ભોગ બની હોવાનું અહેસાસ થયો છે જે અંગે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શાદી ડોટકોમના નામે કૌભાંડ ન થઇ જાય! UK ના ડોક્ટરે યુવતી કહ્યું જાન માત્ર 13 લાખ મોકલ જીવન બનાવી દઇશ અને...

મૌલિક કુમાર ધામેચા / અમદાવાદ : સોશિયલ મીડિયા મારફતે ઓનલાઇન યુવક-યુવતીની પસંદગી કરવી ક્યારેક ભારે પડી શકે છે અને આવા અનેક online પ્લેટફોર્મમાંથી પસંદ કરેલું પાત્ર ક્યારેક વિશ્વાસઘાત પણ કરતું હોય છે.  આવો જ એક બનાવ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી યુવતી સાથે બન્યો shaadi.com વેબસાઇટમાંથી યુવકને પસંદ કરી લગ્ન માટે તૈયારી બતાવતા યુવકે ટુકડે ટુકડે ૧૩ લાખ છત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા. યુવતી છેતરપિંડીનો ભોગ બની હોવાનું અહેસાસ થયો છે જે અંગે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

fallbacks

ડાકોર મંદિરમાં પૂજા પર કોનો અધિકાર, મહિલાઓ મક્કમતાથી પહોંચી તો ખરી, પણ...

બનાવની વાત કરીએ તો મૂળ વડોદરાની રહેવાસી અને હાલમાં કાયદાનો અભ્યાસ માટે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ઓનલાઇન shadi.com લગ્ન માટે પ્રોફાઈલ રજિસ્ટર કરાવી હતી. ગત એપ્રિલ માસમાં આ પ્રોફાઇલ રજિસ્ટર કરાવી અને એક જ મહિનામાં યુવકની પસંદગી પણ કરી લીધી હતી. જોકે યુવક સાથે લગ્ન કરવા માટે પરિવારજનોને પણ જાણ કરતા પરિવારજનોએ સંમતિ આપતાં વાત આગળ વધી. આ સમયે  યુવકે પોતાની પ્રોફાઇલમા અને યુકેના યમનમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાની કેફિયત આપી હતી. બાદમાં યુકેમાં પરિવાર સાથે લગ્ન અંગેનું પ્રસ્તાવ મુકવાની ઘરે વાતચીત કરવાનો હતો. આ દરમિયાન યુવક યુવતી વચ્ચે વાતચીત આગળ વધી અને સોશિયલ મીડિયાના મારફતે બંને વાતચીત કરતા સબંધ આગળ વધાર્યો.

‘શાહીન’ની સાઈડ ઈફેક્ટ, આખા અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

યુવતીને સપને પણ ખ્યાલ નહોતો કે, યુવક તેને પોતાની જાળમાં ફસાવવા માટે જાળ બિછાવી રહ્યા છે. યુવતી ભોળપણમાં લગ્ન કરવાના ઈરાદે તેની સાથે હા માં હા મિલાવતી રહી. એક સમય તો એવો આવ્યો કે યુવકે ઇન્ડિયા મળવા આવવા માટે પણ ટીકીટ બુક કરાવવા માટે રૂપિયાની માગણી યુવતી પાસે કરી હતી. એટલું જ નહીં પોતે યમનમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા કરેલો કોન્ટ્રાક્ટ તૂટતા તેની ફી પેટે રકમ ભરવા માટે પણ રૂપિયાની માગણી કરી હતી. આમ યુવતી પાસે ટુકડે-ટુકડે 13. 26 લાખ રૂપિયા પડાવી લઇ સંપર્ક ન થતાં આખરે યુવતીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જે અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી આરવ યશ આચાર્ય  અને અન્ય ત્રણ વ્યક્તિઓના મેળાથી છેતરપિંડી વિશ્વાસઘાત,  ગુનાહિત મદદગારી, બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા અંગેનો સાઇબર ક્રાઈમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More