Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્નમાં સંબંધીઓએ જાહેર સ્ટેજ પર એવું તો શું કર્યું કે હવે રાજકોટ પોલીસ વરરાજા પાછળ પડી

રાજકોટના પરસાણાનગરમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. 14 તારીખે યોજાયેલા લગ્ન પ્રસંગમાં સગા સંબંધીઓ દ્વારા વરરાજાનાને જાહેર સ્ટેજ પર દારૂ પીવડાવવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં મુકવામાં આવ્યો હતો જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ખુબ ઝડપથી વાયરલ થયો હતો

લગ્નમાં સંબંધીઓએ જાહેર સ્ટેજ પર એવું તો શું કર્યું કે હવે રાજકોટ પોલીસ વરરાજા પાછળ પડી

ગૌરવ દવે, રાજકોટ: ગાંધીનું ગુજરાત... કહેવાય છે કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાની કે પછી ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરતા નબીરા ઝડપાવવાની કે પછી દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો ઝડપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગડ પર જ છે. ત્યારે આ વાતને સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં લગ્ન પ્રસંગે વરરાજાને દારૂ પીવડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

fallbacks

મળતી માહિતી અનુસાર, રાજકોટના પરસાણાનગરમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. 14 તારીખે યોજાયેલા લગ્ન પ્રસંગમાં સગા સંબંધીઓ દ્વારા વરરાજાનાને જાહેર સ્ટેજ પર દારૂ પીવડાવવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં મુકવામાં આવ્યો હતો જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ખુબ ઝડપથી વાયરલ થયો હતો.

આખું ઊંઝા શહેર બન્યું ભક્તિમય, પાટીદારોની કુળદેવી મા ઉમિયા જ્યારે નીકળ્યા નગરયાત્રાએ; જુઓ મનોહર દ્રશ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છે કે, એક લગ્ન પ્રસંગમાં જાહેર સ્ટેજ પર વરરાજની આજુબાજુ તેના સગા-સંબંધીઓ ડિજેના તાલે ડાન્સ કરી રહ્યા છે. તે દરમિયાન પાછળથી એક વ્યક્તિ દારૂની બોટલ લઈને આવે છે અને તે જાહેર સ્ટેજ પર વરરાજાને દારૂ પીવડાવે છે. જેનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોને લઇને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

શું તમારું બાળક આવી સ્કૂલમાં ભણે છે? વિદ્યાર્થીનો જીવ ભલે જાય પણ સરકાર રૂપિયા ખર્ચવા તૈયાર નથી

એક તરફ ગુજરાતમાં દારૂ બંધીની વાત કરવામાં આવે છે અને બીજી તરફ લગ્ન પ્રસંગમાં જાહેર સ્ટેજ પર વરરાજાને આ પ્રકારે દારૂ પીવડાવો અને તેનો વીડિયો વાયરલ થવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટના બાદ પોલીસ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું. જો કે, પોલીસ તંત્ર દ્વારા અગાઉમાં પણ કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ દારૂમાં પકડાશે તો તેનો બુટલેગર કોણ છે અને દારૂ ક્યાંથી સપ્લાય થયો છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે અને કઈ રીતે તપાસ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More