Home> Gujarat
Advertisement
Prev
Next

બબીતાજી ફેલાવે છે નક્સલવાદ? ATS ધરપકડ કરતા અનેક સ્ફોટક ખુલાસા, આદિવાસી પટ્ટામાં તપાસનો ધમધમાટ

પંચમહાલનાં આદિવાસી વિસ્તારોમાં અનેક સ્થળે નકસલી પ્રવૃતિઓ ચાલતી હોવાની માહિતી મળતા ગુજરાત ATS દ્વારા દાહોદ અને આસપાસનાં વિસ્તારમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. 

બબીતાજી ફેલાવે છે નક્સલવાદ? ATS ધરપકડ કરતા અનેક સ્ફોટક ખુલાસા, આદિવાસી પટ્ટામાં તપાસનો ધમધમાટ

અમદાવાદ : પંચમહાલનાં આદિવાસી વિસ્તારોમાં અનેક સ્થળે નકસલી પ્રવૃતિઓ ચાલતી હોવાની માહિતી મળતા ગુજરાત ATS દ્વારા દાહોદ અને આસપાસનાં વિસ્તારમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. નકસલી પ્રવિૃતિઓ સાથે સંકળાયેલી બબીતા કશ્યપની ધરપકડ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ બાબતની ગંભીરતાને જોતા એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલતી નક્સલી પ્રવૃતિઓને ડામવા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તમામ બેઠકની સંયુક્ત બેઠક યોજે તેવી શક્યતા સેવાઇ રહી છે. 

fallbacks

માણસોથી ધમધમતા વિસ્તારમાં ચાલતું હતું જુગારધામ, સ્ટેટ વિજિલન્સે પાડ્યાં દરોડા, પોલીસ ઉંઘતી ઝડપાઇ

બીલોસા બબીતા કશ્યપ નક્સલી પ્રવૃતિ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે. બબીતા કશ્યપ ગુજરાતનાં તાપી જિલ્લાનાં કેવડિયા ખાતે સક્રિય હતી. દરમિયાન પથ્થલગડી સાથે સંકળાયેલી બબીતા ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃતિને વેગ આપતી હોવાની વિગતો સામે આવી હતી. બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં સક્રિય હતી. જેથી તેના જે જે સ્થળો પર કોન્ટેક્ટ્સ હતા તે તમામ પર હાલ નજર પણ રખઇ રહી છે. આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃતિને વેગ આપતી હોવાની વિગતો પણ જાણવા મળી છે. 

કોરોના બાદ વિચિત્ર રોગોની ભરમાર, બાળકોમાં જોવા મળી રહ્યો છે આ વિચિત્ર રોગ, જામનગરમાં 2નાં મોત

બબીતા ત્રણ મહિના જેટલો સમય ઝાલોદ ખાતે રોકાઇ હતી અને ત્યારબાદ ઝારખંડથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બબીતાનાં બે સાગરીતો સોમુ અને બીરસાને પણ ઝડપી લેવાયો હતો. જો કે બબીતા કશ્યપ ત્રણ મહિના જેટલો સમય ઝાલોદ રોકાણ દરમિયાન કોના સંપર્કમાં હતા? કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે તેવી તમામ બાબતોની ઝીણવટભરી તપાસ માટે ગુજરાત ATS ની ટીમ અને અમદાવાદ ક્રાઇમબ્રાંચે પંચમહાલનાં સંજેલી, ઝાલોદ, દાહોદ તથા મોરવા હડફમાં તપાસનો દોર લંબાવે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More