ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા સુપર માર્કેટ નજીક ભાજપના એક કાર્યકર પર ચપ્પાથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. સુપર માર્કેટ પાસે ભાજપના કાર્યકર મહેશ નિઝામા પર ચપ્પાથી હુમલો કરાયો છે. બુકાનીધારી બે શખ્સો ચપ્પાથી હુમલો કરી નાસી ગયા છે. હુમલામાં ઈજાગ્રસ્ત મહેશ નિઝામાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે