રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છમાં (Kutch) કોઈને કાયદાનો ડર ન હોય તમે એક બાદ એક કાયદાને (Law) પડકાર આપતી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે કચ્છમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની (Firing) ઘટના બાદ આજે વધુ એક ગુનાહિત ઘટનાનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. અંજારમાં (Anjar) જાહેરમાં હથિયારો વડે શખ્સ પર હુમલો (Attack On Person) કર્યાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવ ફૂટેજ વાયરલ (CCTV Viral) થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મંત્રી વાસણભાઈ આહિર (Minister Vasanbhai Ahir) અને અંજારના ગામ રતનાલમાં ગુનાહિત ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયા છે. રતનાલ ગામમાં (Ratnal Village) મંત્રી વાસણભાઈ આહિરની ઓફિસ સામે આવેલી એક હોટલના સંચાલક (Hotel Manager) ઉપર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ સીસીટીવી (CCTV) જોતા એવું લાગી રહ્યું છે કે, રતનાલ ગામમાં કોઈને કાયદાનો ડર નથી કે શું? શું અંજારમાં (Anjar) આવી છે કાયદો વ્યવસ્થાની સ્થિતી?
આ પણ વાંચો:- Kutch: છાડવારા ગામના અગ્રણીની હત્યાની સરપંચે આપી સોપારી, ઓડિયો ક્લિપ વાયરલ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મંત્રી વાસણભાઈ આહિરની (Minister Vasanbhai Ahir) ઓફિસ સામે આવેલી એક હોટલ પર કેટલાક શખ્સો આવે છે. પહેલા તો આ શખ્સો હોટલ સંચાલકને (Hotel Manager) ધાકધમકી આપે છે અને ત્યારબાદ મારામારી (Combat) કરવા તૂટી પડે છે. વીડિયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, લાકડી જેવા હથિયાર સાથે શખ્સો રીતસરના હોટલ સંચાલક પર તૂટી પડે છે. હોટલના બંને સંચાલકો લોહીલુહાણ થઈ જાય છે.
આ પણ વાંચો:- અમદાવાદ: પરિવારે પોતાના ગુનામાં બાળકને પણ કર્યું સામેલ, પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ
પરંતુ જો કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને ના તો પોલીસે આ વીડિયો સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જાહેરમાં પબ્લિક વચ્ચે ડર ઉભો કરવામાં આવી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાતું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ગામમાં જ્યાં કાયદાનો ડર ન હોય તે રીતના દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસ હવે શું સ્ટેન્ડ લેશે તે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે