Home> Gujarat
Advertisement
Prev
Next

ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં ફાયરિંગ વીથ લૂંટનો પ્રયાસ, લૂંટારાઓ 3 રાઉન્ડ ફાયરિંગ કરતા જવેલર્સ માલિકનું મોત

Surat News: સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક જ્વેલર્સની દુનકાનમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના બની છે. જ્વેલર્સની દુકાનમાં 4થી 5 લૂંટારુઓએ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં જવેલર્સ માલિકને ગોળી વાગતા મોત નિપજ્યું છે.

ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં ફાયરિંગ વીથ લૂંટનો પ્રયાસ, લૂંટારાઓ 3 રાઉન્ડ ફાયરિંગ કરતા જવેલર્સ માલિકનું મોત

Surat News: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક જવેલર્સ શોરૂમમાં ફાયરિંગની ઘટના બની હતી. સચિન વિસ્તારમાં હથિયારો સાથે 4થી 5 આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમમાં ઘૂસી આવ્યા હતા. જો કે, લૂંટનો પ્રતિકાર કરતા શોરૂમના માલિકને ગોળી વાગી હતી. જવેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘુસેલા લૂંટારુઓએ 3 રાઉન્ટ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. 

fallbacks

મળતી માહિતી અનુસાર લૂંટારુઓ શ્રીનાથજી જવેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા. શોરૂમમાં હાજર અશ્વિનભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતા જ લૂંટારુઓમાંથી એક આરોપીએ અશ્વિનભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓ અશ્વિનભાઈના છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી! આ જિલ્લામાં ધોધમાર વરસાદ કરશે પાણી-પાણી

આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે, અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

શિક્ષણ જગતને શર્મસાર! જુનાગઢની શાળામાં હવસખોર આચાર્ય-શિક્ષકે બાળકો સાથે કર્યા અડપલા

એક આરોપી લોકોના હાથે ઝડપાતા ચખાડ્યો મેથીપાક 
લોકોની સતર્કતા અને હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટનાસ્થળેથી જ લોકોએ પકડી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આ આરોપીને માર માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક આરોપીના હાથમાં લૂંટની બેગ પણ નજરે પડી હતી. પોલીસના અનુમાન મુજબ આ બેગમાં લૂંટની જ્વેલરી હોઈ શકે છે. જો કે, તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ બે બેગમાં જ્વેલરી ભરી હતી, જેમાંથી એક શોપમાં જ રહી ગઈ હતી અને બીજી બેગ લઈને તેઓ નાસી છૂટ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More