Home> Gujarat
Advertisement
Prev
Next

અતુલ બેકરીના માલિકનો હિટ એન્ડ રનનાં કેસમાં પોલીસ ભીનુ સંકેલવાનાં મુડમાં, હળવી કલમો લગાવતા અનેક સવાલ

વેસુમાં હિટ એન્ડ રનની ઘટનામાં નશામાં ધૂત અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ બ્રેક નહી મારતા મોપેડ પર બેસેલી મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા અતુલ સામે ગુનો નોંધીને તેને જામીન મુક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂના નશામાં અકસ્માત કરે અને કોઇ વ્યક્તિ મોતને ભેટે તો તે સાપરાધ મનુષ્યવધનો ગુનો લગાવી શકાય. જ્યારે આ અંગે એડ્વોકેટે જણાવ્યું હતું કે, સાપરાધ મનુષ્ય વધનો ગુનો હોય તો આરોપીને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. 

અતુલ બેકરીના માલિકનો હિટ એન્ડ રનનાં કેસમાં પોલીસ ભીનુ સંકેલવાનાં મુડમાં, હળવી કલમો લગાવતા અનેક સવાલ

સુરત : વેસુમાં હિટ એન્ડ રનની ઘટનામાં નશામાં ધૂત અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ બ્રેક નહી મારતા મોપેડ પર બેસેલી મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા અતુલ સામે ગુનો નોંધીને તેને જામીન મુક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂના નશામાં અકસ્માત કરે અને કોઇ વ્યક્તિ મોતને ભેટે તો તે સાપરાધ મનુષ્યવધનો ગુનો લગાવી શકાય. જ્યારે આ અંગે એડ્વોકેટે જણાવ્યું હતું કે, સાપરાધ મનુષ્ય વધનો ગુનો હોય તો આરોપીને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. 

fallbacks

લોકઅપમાં કેદ લૂંટના આરોપીનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ, પોલીસ કરશે કાર્યવાહી ?

ઉધના મગદલ્લા યુનિવર્સિટી રોડ પર શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટરમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી ઉર્વશી મનુ ચૌધરીનું મોત થયું હતું. કારનો ચાલક અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા પોતે કાર ચલાવી રહ્યો હતો. અતુલ વેકરિયા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. અકસ્માત બાદ તે ઉભા રહેવાની સ્થિતીમાં પણ નહોતો. ટોળાએ અતુલ બેકરીના માલિકને પકડીને ઉમરા પોલીસના હવાલે કર્યો હતો. મૃતક યુવતીના ભાઇ નિરજ ચૌધરીની ફરિયાદનાં આધારે અતુલ વેકરિયા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ

મોટા ઉદ્યોગપતિને મામલો હોવાથી ઉપરથી રાજકીય નેતાઓનું પાછલા દરવાજેથી દબાણ થઇ રહ્યું છે. પોલીસ દ્વારા પણ શંકાસ્પદ રીતે આ કેસમાં સૌથી ગંભીર ગણાતી 304 ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો. આ કેસમાં ઉમરા પોલીસે અકસ્માતની હળવી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી અતુલ વેકરિયાને જામીન મળી જાય તે માટેસેટિંગ કર્યું હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. આ ઉપરાંત 24 કલાકની અંદર જ વેકરિયાને જામીન પણ મળી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More