Home> Gujarat
Advertisement
Prev
Next

આ ગુજ્જુએ નાનપણમાં સરપંચ જોવાનું સપનું સેવ્યું પણ હવે ઓસ્ટ્રેલિયામાં લડશે લોકસભાની ચૂંટણી

2 મેના રોજ યોજાનાર ઓસ્ટ્રેલિયામાં લોકસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાનકડા કુકસ ગામના યુવાન મનીષ પટેલને ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે.

આ ગુજ્જુએ નાનપણમાં સરપંચ જોવાનું સપનું સેવ્યું પણ હવે ઓસ્ટ્રેલિયામાં લડશે લોકસભાની ચૂંટણી

ચિરાગ જોશી, શિનોર: વડોદરા જિલ્લાના યુવાને વિદેશમાં નામ રોશન કરી ને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારતનું નામનો ડંકો ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો છે. બિલકુલ 2 મેના રોજ યોજાનાર ઓસ્ટ્રેલિયામાં લોકસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાનકડા કુકસ ગામના યુવાન મનીષ પટેલને ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જેને લઇને મનીષ પટેલ ના પરિવારજનોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. 

fallbacks

એટલું જ નહીં ઝી 24 કલાક દ્વારા મનીષ પટેલ ના પરિવાર સાથે વાત કરવામાં આવી હતી. તેઓના પિતાએ જણાવ્યું હતું કે પોતાના દીકરા એ સમાજ નહીં પરંતુ ભારતનું નામ રોશન કર્યું છે. જેના કારણે 2 એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ઓસ્ટ્રેલિયા જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં આવનારા દિવસોમાં પોતાનો દીકરો મનીષ પટેલ ઓસ્ટ્રેલિયાની સરકારમાં સામેલ થશે અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

આવતીકાલથી પ્રધાનમંત્રી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો ગુજરાતને શું મળશે ભેટ

બીજી બાજુ મનીષ પટેલને ઓસ્ટ્રેલિયાની જીલોંગ સિટીમાંથી ટિકિટની ફાળવણી કરતા મનીષને જીત થાય એવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ગુજરાતનો ડંકો આ યુવાને ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ તેનાથી બનતા પ્રયાસો કરવા જોઈએ. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પણ ઓસ્ટ્રેલિયાના જિલોંગ સીટીમાં વસતા ગુજરાતીઓને મનીષ પટેલ વિજેતા થાય તે માટેનું આયોજન કરાવવું જોઈએ. 

નાનપણથી જ ગામના સરપંચ બનવાની ઇચ્છા ધરાવતા મનીષ પટેલ આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન scott morrison ની પાર્ટીમાં ટિકિટ મળી છે. ત્યારે તેના પરિણામ ઉપર સમગ્ર વડોદરા જિલ્લાની નજર મંડાઇ રહી છે 2007માં મનીષ પટેલ સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યારબાદ 2015 ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટીમાં તેનું જોઇનિંગ કરવામાં આવ્યું હતું અને આજે 2022 ની લોકસભાની ચૂંટણીમાં તેને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. 

આ ટિકિટ મેળવવા માટે મનીષ પટેલ દ્વારા પાર્ટીના આગેવાનો સાથે ત્રણ વખત વન ટુ વન મીટીંગ કરવામાં આવી હતી અને તેમાં પાસ થયા બાદ આખરે લિબરલ પાર્ટી દ્વારા તેને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે કહી શકાય કે તમારા અંદર જો કંઈક કરવાની ઈચ્છા હોય અને આપ તમારા સાચા મનોબળથી કોઈપણ કાર્ય કરો છો તો તમને સફળતા જરૂર મળે છે. તે વાક્યને સાર્થક શિનોર તાલુકાના કુકસ ગામના મનિષ પટેલે કરી બતાવ્યું ત્યારે આવનારા દિવસોની અંદર ચૂંટણી પરિણામ પણ આવનાર છે ત્યારે મનીષ પટેલની હાર થાય છે કે જીત થાય છે તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More