Home> Gujarat
Advertisement
Prev
Next

ધનતેરસ પર આજે પીએમ મોદી ગુજરાતીઓને આપશે આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટની ભેટ

ગુજરાતમાં આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) વર્ચ્યુઅલ લોકાર્પણ વિધિમાં હાજરી આપશે. જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું તેઓ ઈ-લોકાર્પણ કરશે. 

ધનતેરસ પર આજે પીએમ મોદી ગુજરાતીઓને આપશે આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટની ભેટ

મુસ્તાક દલ/જામનગર :ગુજરાતમાં આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) વર્ચ્યુઅલ લોકાર્પણ વિધિમાં હાજરી આપશે. જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું તેઓ ઈ-લોકાર્પણ કરશે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. જેથી મુખ્યમંત્રી સહિતનો VIP કાફલો આજે જામનગરમાં આવશે. આમ, ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપશે.

fallbacks

આજના દિવસે 5મા આર્યુવેદ દિવસ (ayurveda divas) પર ભવિષ્ય માટે તૈયાર આર્યુવેદ સંસ્થાનને પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. આયુષ મંત્રાલય 2016 થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે. આ વર્ષે તે 13 નવેમ્બરે આવે છે. 

COVID-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામા આવી રહ્યો છે. સવારે 10.30 કલાકે પીએમ આ સંસ્થાનું ઈ-લોકાર્પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More