Home> Gujarat
Advertisement
Prev
Next

આ પ્રયોગથી થશે ઓક્સિજનના એક-એક ટીપાનો ઉપયોગ, એક ઓક્સિજનના પુરવઠાથી 4 દર્દીને સારવાર મળે છે

આ પ્રયોગથી થશે ઓક્સિજનના એક-એક ટીપાનો ઉપયોગ, એક ઓક્સિજનના પુરવઠાથી 4 દર્દીને સારવાર મળે છે
  • આ પ્રયોગથી 5૦ ટકા કરતાં વધારે ઓક્સિજનની બચત થાય છે. લિક્વીડ ઓક્સિજનના એક એક ટીપાંનો આ પ્રયોગથી સદુપયોગ થાય છે. હાલની ઓક્સિજનની કટોકટીમા આ ઉપાય અક્સીર સાબિત થયો છે

ગૌરવ પટેલ/અમદાવાદ :હાલ કોરોનાના દર્દીઓને સૌથી વધુ જે વસ્તુની જરૂરિયાત ઓક્સિજનની છે. ઓક્સિજનની અછતને કારણે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. આવામાં ઓક્સિજન મેળવવાના કેટલાક દેશી નુસ્ખા પણ લોકો અપનાવી રહ્યાં છે. પણ અમદાવાદના પલ્મોનોલોજિસ્ટે એવો નવતર પ્રયોગ દર્દીઓ પર અપનાવ્યો છે, જેને કારણે એક દર્દીને અપાતા ઓક્સિજનના પુરવઠાથી ચાર દર્દીઓને સારવાર આપી શકાય છે.

fallbacks

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે સીએમ રૂપાણીએ વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો

ઓછો વપરાશ બાદ પણ વધુ ઓક્સિજનનો ફાયદો મળે છે 
ઓક્સિજનના વધતા વપરાશ વચ્ચે પલ્મોનોલિજિસ્ટ ડો.પાર્થિવ મહેતાએ નવતર પ્રયોગ કર્યો છે. આ પ્રયોગથી 10 લીટરથી વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને બેઇન્સ સર્કિટના ઉપયોગથી ઓક્સિજનનો ઓછો વપરાશ બાદ પણ વધુ ઓક્સિજનનો ફાયદો મળી શકે છે. આ પદ્ધતિના કારણે એક દર્દીને અપાતા ઓક્સિજનના પુરવઠાથી ચાર દર્દીઓને સારવાર આપી શકાય છે. બેઇન્સ સર્કિટના કારણે દર્દીના શરીરમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન અલગ પડવાનો તબીબોનો દાવો બાયપેપ અને ઓક્સિજન નોઝલ દ્વારા અપાતા ઓક્સિજનમાં આ ટેક્નિક વડે ઓછા ઓક્સિજનનો પુરવઠો આપીને ફેફસાં સુધી ઓક્સિજન પહોંચાડી શકાય છે. 

આ પણ વાંચો : ભરૂચ આગકાંડ : મોત સામે ઝઝૂમી રહેલા દર્દીઓએ ઓડિયો મોકલીને મદદ માંગી હતી

fallbacks

આ પ્રયોગથી ઓક્સિજનના એક એક ટીપાનો ઉપયોગ થાય છે 
જોકે, આ પ્રયોગ મામલે ડો.પાર્થિવ મહેતાનું કહેવું છે કે, ઘરે આઇસોલેટ થયેલા દર્દીઓને તબીબોની સલાહ વગર આ ટેક્નિક ઉપયોગમાં ન લેવા સલાહ અપાય છે. 5૦ ટકા કરતાં વધારે ઓક્સિજનની બચત થાય છે. લિક્વીડ ઓક્સિજનના એક એક ટીપાંનો આ પ્રયોગથી સદુપયોગ થાય છે. હાલની ઓક્સિજનની કટોકટીમા આ ઉપાય અક્સીર સાબિત થયો છે. શહેરની સરકારી ઉપરાંત ઘણી પ્રાઇવેટ હોસ્પિટલે બેઇન સર્કિટનો ઉપયોગ શરૂ કરાયો છે. દર્દીઓના ઓક્સિજનના લેવલમાં પણ સુધારો થાય છે. 

આ પણ વાંચો : કોરોના દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકીને હોસ્પિટલે તાળુ મારી દીધું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More