Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં બજરંગદળે લવ જેહાદની ઘટનામાં કર્યો ખુલાસો; વિધર્મી યુવકે હિન્દુ નામ રાખી યુવતીને ફસાવી

આજે વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બજરંગદળ તરસાલી પ્રખંડે લવજેહાદની ઘટનાનો એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં વિધર્મી યુવકને હિન્દુ યુવતી સાથે હોટલમાંથી રંગેહાથ પકડી પાડ્યો છે.

વડોદરામાં બજરંગદળે લવ જેહાદની ઘટનામાં કર્યો ખુલાસો; વિધર્મી યુવકે હિન્દુ નામ રાખી યુવતીને ફસાવી

ઝી બ્યુરો/વડોદરા: દિન પ્રતિદિન રાજ્યમાં લવ જેહાદનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બજરંગદળ તરસાલી પ્રખંડે લવજેહાદની ઘટનાનો એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં વિધર્મી યુવકને હિન્દુ યુવતી સાથે હોટલમાંથી રંગેહાથ પકડી પાડ્યો છે.

fallbacks

જામનગરમાં ગંભીર દુર્ઘટના; 3 માળની બિલ્ડિંગ પત્તાની માફક ધ્વસ્ત, 3ના મોત, 5 ઈજાગ્રસ્ત

ગઈકાલે રાત્રે વિધર્મી યુવકને હિન્દુ યુવતી સાથે હોટલમાંથી રંગેહાથ પકડી પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારબાદ બજરંગદળ તરસાલી પ્રખંડે અનેક મોટા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, વિધર્મી યુવક ઇરફાન દીવાને હિતેશ ઠાકોરના નામનું બોગસ આધાર કાર્ડ બનાવી હિન્દુ યુવતીને ફસાવી હતી. વિધર્મી ઇરફાન દીવાન હેલ્પર તરીકે નોકરી કરે છે. 

જાણવા જેવો કિસ્સો! શરીરસુખ માણ્યા બાદ નક્કી કરેલા રૂપિયાની માંગણી કરતા હેતલને મળ્યું

વડોદરામાં બજરંગદળે લવ જેહાદની ઘટનામાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઇરફાનના મોબાઈલમાંથી અન્ય હિન્દુ યુવતીઓના ફોટા અને આધારકાર્ડ પણ મળી આવ્યા છે. વિધર્મી ઇરફાન દીવાન વીડિયોમાં પોતે ઓળખ છુપાવી હિન્દુ યુવતીને ફસાવી હોવાની પણ કબૂલાત કરે છે. બજરંગદળ તરસાલી પ્રખંડના અગ્રણી કેતન ત્રિવેદીએ લવજેહાદનું સુનિયોજિત કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે.

અંબાલાલ પહેલીવાર ખોટા પડ્યા! પણ વરસાદની આ આગાહી સાચી ઠરી તો ગુજરાતના નીકળશે છોતરા!

નોંધનીય છે કે તાજેતરમાં જ છઠ સરોવર ગાર્ડનના પરિસરમાંથી બજરંગ સેના દ્વારા હિન્દુ સગીર યુવતી સાથે ઝડપાયેલા ચાર મુસ્લિમોને પોલીસને હવાલે કરાયા હતા.પોલીસે તેમની સામે પોક્સો કેસ નોંધ્યો છે. સુરત સિટી પોલીસના એસીપી જેટી સુનારાએ જણાવ્યું હતું કે જ્યારે એક હિન્દુ છોકરી બગીચામાં બેઠી હતી ત્યારે ચાર મુસ્લિમ છોકરાઓ તેની પાસે આવ્યા હતા, જેમાંથી બે સગીર છે. તેણે યુવતીની છેડતી કરી હતી. છોકરાઓ સામે કાર્યવાહી કરીને પોલીસે ચારેયની ધરપકડ કરી હતી.

સુંદર કામવાળીના સ્વાંગમાં યુવતીનું કારસ્તાન, કપડાં કાઢી નગ્ન હાલતમાં વૃદ્ધની સાથે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More