Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ 2 શહેરોમાં રાતે 10 પછી ફટાકડા ફોડવા પર છે પ્રતિબંધ, જાહેરનામું વાંચી લેજો

ban of fire crackers : ગુજરાતના અમદાવાદ અને રાજકોટ શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનાનું બહાર પાડવામાં આવ્યું છે. આ બંને શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા, જાણો નિયમ
 

ગુજરાતના આ 2 શહેરોમાં રાતે 10 પછી ફટાકડા ફોડવા પર છે પ્રતિબંધ, જાહેરનામું વાંચી લેજો

Ahmedabad police : દિવાળી એટલે ફટાકડા ફોડવાનો અવસર. દિવાળીના દિવસોમાં લોકો ફટાકડા ફોડવાની મજા માણે છે. પરંતુ ક્યાંક આ ફટાકડા ફોડવાની મજા તમારા માટે સજા ન બની જાય. ગુજરાતના બે મોટા શહેરોમાં ફટાકડા ફોડવાનો નિર્ધારિત સમય જાહેર કરાયો છે. આ સમય બાદ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ બંને શહેરો છે અમદાવાદ અને રાજકોટ. અમદાવાદ અને રાજકોટમાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાતે આટલા વાગ્યા સુધી જ અમદાવાદ અને રાજકોટમાં ફટાકડા ફોડી શકાશે. 

fallbacks

અમદાવાદમાં ફટાકડા ફોડવાનો આ છે સમય 
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અને અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી જળવાય તે માટે ફટાકડાના ખરીદ,વેચાણ અને ઉપયોગને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, શહેરીજનો રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે.

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો : ઘરની બહાર જ યુવક પર ફાયરિંગ કરાયું

અમદાવાદમાં દિવાળીમાં ફટાકડાં ફોડવાનો ટાઈમ જાહેર કરાયો છે. શનિવારે અમદાવાદ પોલીસે એક જાહેરનામું બહાર પાડીને ફટાકડાં ફોડવાનો ટાઈમ આપ્યો છે. પોલીસના જાહેરનામા અનુસાર, શહેરમાં ફક્ત બે કલાક જ ફટાકડાં ફોડી શકાશે એટલે કે રાતના 8 થી 10માં જ ફટાકડાં ફોડી શકાશે તે સિવાય નહીં ફોડી શકાય. જાહેરનામાનો ભંગ કરનારની સામે કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી છે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

રાજકોટમાં પણ પ્રતિબંધ
દિવાળીના તહેવાર ને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામા આવ્યું છે. જે મુજબ, દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવા જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ, એરપોર્ટ, ગોડાઉન, હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More