Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી યોજાઈ, શંકર ચૌધરીના માનીતા બન્યા ચેરમેન

Banas Dairy Election : બનાસ બેન્કના ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી... વાઇસ ચેરમેન તરિકે કેશુભા પરમારની વરણી... ભાજપે મેન્ડેડ આપી ચેરમેન અને વાઇસ ચેરમેનની કરી વરણી

ગુજરાતની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી યોજાઈ, શંકર ચૌધરીના માનીતા બન્યા ચેરમેન

Banaskantha News : એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ છે. ભાજપે મેન્ડેટ આપી ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી કરી. બનાસબેંકના ચેરમેન સવસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ હતી. 

fallbacks

આજે બનાસબેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જે માટે ભાજપ પ્રદેશ ઉપ-પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. પાલનપુરના ચડોતરના કમલમ ખાતે 18 ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે  કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેડ આપી ચેરમેન બનાવ્યા હતા. ચેરમેન અણદા પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપે ફરીથી સવસી પટેલને મેન્ટેડ આપી ચેરમેન બનાવ્યા હતા. સવસિંહ ચૌધરીની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી. 

ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પીલીયાતર બનાસબેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલેથી જ હતી. ભાજપ કોઈ એક ડિરેકટરને મેન્ડેડ આપી ચેરમેન બનાવશે તે નક્કી હતું. ત્યારે આજે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસબેંકના 22 ડિરેક્ટરો પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસબેંકના ડિરેકટર શંકર ચૉધરી પણ પહોંચ્યા હતા. 

તો બીજી તરફ, પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ અગ્રેસર બન્યું છે. બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને આ એવોર્ડ અપાયો હતો. દર ત્રણ વર્ષે સહકારિતાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાય છે. જેમાં ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિ વિશે સન્માન અપાયું છે. એક માસમાં 1000 કરોડથી વધુ બનાસ ડેરી પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા છે. બનાસ ડેરીએ દૂધમાં કરેલી શ્વેતક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે. 

સરકારે તાત્કાલિક ભારતીયોને આ દેશ ખાલી કરવાનો આપ્યો આદેશ, જીવ પર આવ્યો ખતરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More