Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસ ડેરીએ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું, વાછરડીના જન્મની શક્યતા 90 ટકા વધશે

ગુજરાતની સૌથી મોટી ડેરીમાં સામેલ પશુપાલકો માટે સતત નવા-નવા સંશોધન કરતી રહે છે. હવે બનાસ ડેરીએ એક એવું મશીન વિકસાવ્યું છે જેનાથી વાછરડીના જન્મની સંભાવના વધી જશે.
 

 બનાસ ડેરીએ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું, વાછરડીના જન્મની શક્યતા 90 ટકા વધશે

બનાસકાંઠાઃ  બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના કારણે વાછરડીની જન્મની શક્યતા 90 ટકા વધશે. આ સંશોધનથી ગુજરાતમાં દુધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમ જ રખડતા ઢોરની સમસ્યાના નિયંત્રણ માટે પણ આશિર્વાદરૂપ પુરવાર થશે.
 
બનાસ ડેરીના દામા સીમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા આ મશીન, બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે. જેના પગલે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધશે. પરિણામે દૂધાળું પશુઓની સંખ્યા વધશે. હાલ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની 'GauSort' ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત-સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે.
 
ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકીની એક બનાસ ડેરી ચાર લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. ગીર અને સાહિવાલ જેવી વધુ દુધ આપતી જાતિને પ્રોત્સાહન માટેના પ્રયાસો પહેલાથી જ સમગ્ર પ્રદેશમાં થયા છે. જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ  નોંધાઈ છે. બનાસકાંઠાના પશુપાલક મોહનભાઈ રબારી આવી પહેલથી ડેરી વ્યવસાયમાં આવતું પરિવર્તન સમજાવે છે. 

fallbacks

આ પણ વાંચોઃ 26 ગુજરાતીઓએ પાસ કરી UPSC ની પરીક્ષા, પાંચ યુવતીઓને પણ મળી સફળતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

કુલ વીસ એકરમાં ફેલાયેલું, દામા સિમેન સેન્ટર આશરે વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળા  સિમેન ડોઝનું ઉત્પાદન કરે છે. આ દરેક ડોઝને સીમન સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. પશુપાલકોને વિતરણ કરતાં પહેલા તેને 30 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. બનાસ ડેરીના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત રૂ. ૧૦૦ છે, તે ઘટીને રૂ. ૫૦ થશે. જેનાથી સરવાળે લાખો પશુપાલકોને લાભ થશે. 

આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન-ધોરણ વધુ ઉન્નત બનાવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More