Home> Gujarat
Advertisement
Prev
Next

કરોડોનું ટર્નઓવર કરતી ઓશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી : શંકર ચૌધરી ફરી ચેરમેન બન્યા

Banas Dairy Election : બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી

કરોડોનું ટર્નઓવર કરતી ઓશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી : શંકર ચૌધરી ફરી ચેરમેન બન્યા

Shankar Chaudhary અલકેશ રાવ/બનાસકાંઠા : આજે એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.

fallbacks

બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરી, બનાસકાંઠા સંસદ પરબત પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સહિત બનાસડેરીના 16 ડિરેક્ટરો માંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી હતી. જોકે હવે બનાસડેરીમાં મેન્ડેડ પ્રથા અમલી બનતાં ભાજપ કોને મેન્ડેડ આપશે તેના ઉપર સૌની નજર હતી. આ વચ્ચે શંકર ચૌધરી ફરીથી બનાસડેરીના ચેરમેન બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. આખરે બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે.

ગુજરાતને હચમચાવતી 2 ઘટના : રાજકોટમાં માતાએ, દાહોદમાં પિતાએ સંતાનોને મારી આપઘાત કર્યો

આજે ચૂંટણી પહેલા શંકર ચૌધરીએ પોતાના તમામ ડિરેક્ટરો સાથે બનાસડેરીના કેમ્પસમાં આવેલ દુધેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. શંકર ચૌધરીએ ઝી 24કલાક સાથે વાત કરી હતી કે બનાસડેરી પશુપાલકો માટે સતત કામ કરી રહી છે અને અનેક પ્રોજેક્ટ ઉભા કર્યા રોજના પશુપાલકોના ખાતામાં 34 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. શ્વેત ક્રાંતિની જેમ મધને લઈને સ્વીટ ક્રાંતિ કરી છે.

નવી છોકરી આવી છે... લાળ ટપકાવીને પહોંચેલા સુરતના વેપારીને લલના પાસે બેસવુ ભારે પડ્યુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More