Home> Gujarat
Advertisement
Prev
Next

એન્જિનિયરોએ બનાસકાંઠાવાસીઓમાં પુર્યો 'પ્રાણવાયુ', 72 કલાકમાં ઉભું કર્યું ઓક્સિજન યુનિટ

આ પ્લાન્ટમાં 70 જમ્બો ઓક્સિજન (Oxygen) સિલિન્ડર્સ અથવા તો 680 કિલો ઓક્સિજન બની શકે છે જે એક દિવસમાં 35-40 દર્દીઓ માટે પૂરતો થઈ શકે છે.

એન્જિનિયરોએ બનાસકાંઠાવાસીઓમાં પુર્યો 'પ્રાણવાયુ', 72 કલાકમાં ઉભું કર્યું ઓક્સિજન યુનિટ

પાલનપુર: હાલ કોવિડ-19 (Covid 19)  મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓક્સિજન (Oxygen) ની કારમી અછત સર્જાતી જોવા મળી છે. ત્યારે કેટલીક સંસ્થાઓ ઓક્સિજન (Oxygen) ની વ્યવસ્થા કરવા માટે આગળ આવીને ગુજરાતનું અસલી ખમીર દર્શાવી રહી છે. કોવિડ-19ના ક્રિટિકલ સ્થિતિમાં રહેલા દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના એન્જિનિયરોની ટીમે માત્ર 72 કલાકમાં જ તેની જિલ્લા મેડિકલ કોલેજ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. આ જિલ્લા હોસ્પિટલમાં આથી ઓક્સિજન (Oxygen) નો પુરવઠો મળતો રહેશે.

fallbacks

બનાસ ડેરી (Banas Dairy) દ્વારા પાલનપુર (Palanpur) ખાતે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટને સપોર્ટ કરતી રહી છે. આ હોસ્પિટલમાં ગત સપ્તાહે ઓક્સિજન (Oxygen) ની ભારે અછત સર્જાઈ હતી. અહીં 125 કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જો કે કેટલાક સિલિન્ડર્સ સાથે આ કપરી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાઈ હતી.

Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર

બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન (બનાસ ડેરી) ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું, “અમે વિચાર્યુ કે ક્યાં સુધી ઓક્સિજન માટે બાહ્ય સ્ત્રોત પર આધારિત રહેવું? અમે એ માટે અમારી પોતાની કોઈ વ્યવસ્થા ઊભી કરવા માગતા હતા. અમારી ટીમ અને વેન્ડર્સની મદદથી અમે માત્ર 72 કલાકમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી લીધો છે.”

આ પ્લાન્ટમાં 70 જમ્બો ઓક્સિજન (Oxygen) સિલિન્ડર્સ અથવા તો 680 કિલો ઓક્સિજન બની શકે છે જે એક દિવસમાં 35-40 દર્દીઓ માટે પૂરતો થઈ શકે છે.

હમારા સ્વાગત નહી કરોગેં...લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ

ડેરીના સિનિયર જનરલ મેનેજર બિપિન પટેલે (Bipin Patel) આ પ્લાન્ટ તૈયાર કરાયો તે સમયની વાત કરતા કહ્યું હતું કે ડેરીની અધિકારીઓની અને એન્જિનિયરોની ટીમે મિની ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું હતું, “અમારી પાસે સમય ઓછો હતો.

અમારા હાલના વેન્ડર પ્લાન્ટ તો બનાવી શકે એમ હતા પરંતુ તેમની પાસે એર કમ્પ્રેસર અને એર ડ્રાયર જેવા કમ્પોનન્ટ નહોતા. પરંતુ અમે તેમને પ્લાન્ટ તૈયાર કરવાનું શરૂ કરી દેવા માટે કહ્યું અને અમે લોકો જોઈતા પાર્ટ્સ પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. અમે એ સમયે ખર્ચ કેટલો થશે એ પણ જોયું નહોતું.

ફક્ત 109 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ Calling-Internet ની ઓફર, અત્યારે જ કરો રિચાર્જ

પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
બનાસ ડેરી (Banas Dairy) એ તૈયાર કરેલા આ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ટેકનોલોજીથી હવામાંથી ઓક્સિજન (Oxygen) અલગ પાડવામાં આવે છે. હવામાં 21 ટકા ઓક્સિજન અને 78 ટકા નાઈટ્રોજન અને અન્ય ગેસ હોય છે. પટેલે જણાવ્યું હતું, ‘અમારે 93-96 ટકા શુદ્ધ એવા મેડિકલ ગ્રેડ ઓક્સિજનની જરૂર હતી અને એ અમે કરી શક્યા છીએ. 

હવે અમારી ટીમ ઓક્સિજન (Oxygen) ની વ્યવસ્થામાં સમય આપવાને બદલે મુખ્ય મેડિકલ કાર્યમાં ધ્યાન આપી શકશે.” ઓક્સિજન મામલે સંપૂર્ણપણે સ્વાયત્ત બની શકાય એ માટે ડેરીની યોજના જિલ્લામાં વધુ બે પ્લાન્ટ શરૂ કરવાની છે.  આ રીતે બનાસ ડેરીએ ‘જાત મહેનત ઝિંદાબાદ’ની ઉક્તિ સાર્થક કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More